તમે કોણ છો? – ચેમ્પિયન કે પછી એવરેજ?

are you champion or average.jpg

તમે કોણ છો? – ચેમ્પિયન કે પછી એવરેજ?

મને ચેમ્પિયન લોકોની એક માનસિકતા બહુ જ ગમે છે. તેઓ દરેક બાબત માટે દ્રષ્ટિકોણ જ અલગ હોય છે.  માની લો કે તેની સામે કોઇપણ સમસ્યા આવે છે. તે પછી તેના વ્યવસાયિક જીવનમાં પણ હોઈ શકે અને વ્યક્તિગત જીવનમાં પણ હોઈ શકે. આવા સમયે ચેમ્પિયન મુશ્કેલીઓથી દૂર ભાગવાને બદલે તેનો સામનો કરે છે. તેઓને વિવાદો અને મુશ્કેલીઓથી ડર લાગતો નથી. તેના માટે એક વાત જરૂરથી કહી શકાય –

“ચેમ્પિયન માટે મુશ્કેલી એ તક છે. કંઇક નવું શીખવાની. કંઈક નવું સર્જન કરવાની.”

જયારે એવરેજ લોકો થોડા અલગ હોય છે. તેઓની સામે કોઇપણ મુશ્કેલી આવશે એટલે તરત જ ઘાંઘા થઇ જશે. તે બીજા લોકો પર દોષ નાખશે. અથવા તો પરિસ્થિતિને કોષવા લાગે છે. આવા સમયે ખરેખર શું કરવું જોઈએ?

  • તમારી લાગણીઓને હાવી ન થવા દો.
  • તર્કથી વિચારો.
  • બીજાને દોષ આપવાને બદલે પરિસ્થિતિને સ્વીકારો. તેમજ ઉકેલ પર ધ્યાન આપો.
  • એક અલગ જ દ્રષ્ટિકોણથી પ્રશ્નને જોવાનું શરુ કરી દો.
  • જરૂર પડે ત્યારે બીજાની મદદ પણ લો.
  • “મને બધું આવડે છે” અહંકાર તમારા વિકાસને અટકાવી દેશે.
  • ઉતાવળને બદલે સમજી વિચારીને નિર્ણય લો.

ચેમ્પિયનની હજુ એક આવડત કેળવવા જેવી છે. તેઓ વિચારોની મર્યાદામાં બંધાતા નથી. તેઓ હંમેશા નવા આઈડિયાઝ અને વિચારો સ્વીકારવા તત્પર હોય છે. તેના માટે વિચારોની કોઈ મર્યાદા નથી હોતી. સામાન્ય રીતે એવરેજ લોકો પોતાની ઘરેડથી એટલા ટેવાઈ ગયા હોય છે કે તેઓ કઈ નવું સ્વીકારી જ શકતા નથી. આવા સમયે તેઓ નવી તક પણ ગુમાવી બેસે છે. આ બાબત કંપનીમાં પણ લાગુ પડે છે. જે કંપની નવું સ્ટ્રક્ચર સ્વીકારતી નથી. નવા આઈડિયાઝ સ્વીકારતી નથી. તે માર્કેટમાં ટકી શકતી નથી. તેની બદલે જે કંપની સમય સાથે બદલાવ લાવે છે તે સફળતા હાંસિલ કરી શકે છે.

નેટફ્લીક્સનું જ ઉદાહરણ લઇ લો ને. જયારે નેટફ્લીક્સ કંપનીની શરૂઆત થતી ત્યારે તેઓએ બ્લોકબસ્ટર સાથે જોડાણ કરવાનું નક્કી કર્યું. પણ બ્લોકબસ્ટર કંપની પોતાની જૂની ઘરેડને છોડવા માંગતી નહોતી. તેથી તેઓએ નેટફ્લીક્સની ઓફર નકારી દીધી. હાલની નેટફ્લીક્સની સફળતા તમને ખબર જ છે. જો આ સમયે બ્લોકબસ્ટર નવા વિચારો અને તકને આવકારતી હોત તો બની શકે તેઓ પણ નેટફ્લીક્સની સાથે સફળતાની સીડી ચડી રહ્યા હોત.

જો તમે જાણવા માંગતા હો કે એવરેજ માનસિકતા છે કે પછી ચેમ્પિયનની માનસિકતા. તો નીચેના પ્રશ્નો પર ધ્યાન આપો:

૧ તમને બીજા લોકો તમારા વિશે શું વિચારે છે તેનાથી ફર્ક પડે છે?

૨ તમને લોકો સ્વીકારે છે કે નહી તેનાથી ફર્ક પડે છે?

૩ અત્યાર સુધીમાં તમે કેટલા નવા આઈડીયાઝ અપનાવ્યા? કે જે તમારી કમ્ફર્ટ ઝોનમાં નહોતા આવતા?

૪ ક્યારે તમે નવા વિચારોને આવકાર્યા નહોતા અને શા માટે?

૫ તમે જીવનમાં ક્યાં નિર્ણયો અહંકારને હાવી થવા દઈને લીધેલા છે?

૬ તમારા જીવનમાં કઈ એવી મુશ્કેલી આવી હતી જેને તમે એક તક તરીકે સ્વીકારી હતી? તમે કઈ રીતે તે મુશ્કેલીમાંથી શીખ્યા હતા?

૭ જયારે તમારી સામે કોઈ મુશ્કેલી આવે ત્યારે તમે કેવી રીતે તેનો સામનો કરો છો?

૮ તમે જીવનમાં ક્યાં નિર્ણયો લાગણીને હાવી થઈને લીધેલા છે અને ક્યાં નિર્ણયો તર્કથી લીધેલા છે?

૯ જયારે તમારી સામે કોઈ મુશ્કેલી આવે ત્યારે તમે તર્કથી કામ લો છો કે પછી લાગણીથી?

૧૦ તમે ક્યાં ચેમ્પિયન વ્યક્તિની માનસિકતા અનુસરી રહ્યા છો? કે પછી તમારું કોઈ આદર્શ જ નથી?

૧૧ તમારા ઓર્ગેનાઈઝેશન અથવા તો ધંધામાં તમે ક્યાં નવા આઈડિયાઝને આવકાર્યા છે અને શા માટે?

૧૨ તમારે કઈ માન્યતાઓ તોડીને નવા વિચારો અપનાવવાની જરૂર છે?

ફૂડ ફોર થોટ

જીવનમાં ક્યારેક સ્વની પરિક્ષા લેવાથી જ ઘણા ઉકેલો મળી જતા હોય છે. બીજા લોકોને પ્રશ્નો પૂછવા કરતા સ્વ વિશ્લેષણ કરો. આ રીતે તમને ચેમ્પિયન બનવાના રસ્તા ઝડપથી મળી જશે.

આભાર

દર્શાલી સોની