તમારી સ્વતંત્રતા તમારા હાથમાં છે?

power of choosing.jpg

તમારી સ્વતંત્રતા તમારા હાથમાં છે?

તમારા જીવનમાં કોઇપણ સમસ્યા ઉભી થાય કે પછી કઈ પણ અણધાર્યું થાય ત્યારે તમે કોને દોષ આપો છો? સમયને? બીજા લોકોને? સમાજને? પરિસ્થિતિને? ભગવાનને? નસીબને? કે પછી તમારી જાતને?

તમારો જવાબ જ સાબિત કરી દેશે કે તમે ચેમ્પિયન બની શકો તેમ છો કે નહી. કારણ કે એવરેજ લોકોની માનસિકતા હંમેશા બીજા લોકો પર દોષ ઢોળી દેવાની હોય છે. તેઓના જીવનમાં નાનામાં નાની સમસ્યા આવે કે મોટામોટામાં મોટી – તેઓ તો નિર્દોષ જ હોય છે. વાંક બાકી બધાનો જ હોય છે. તેઓ હંમેશા બીજા લોકોને જ પોતાની સમસ્યાઓ માટે જવાબદાર માને છે. તેઓમાં એટલા ગટ્સ નથી હોતા કે પોતે ફેલાવેલા રાયતાની જવાબદારી પોતે જ સ્વીકારે. આ જ તો ફર્ક છે ચેમ્પિયન અને એવરેજ લોકો વચ્ચે.

ચેમ્પિયન આ બધાથી પરે થવા માટે એક સરળ ટેકનીક વાપરે છે. જેને તમે એક પ્રકારનું માઈન્ડસેટ પણ કહી શકો છો. – “પાવર ઓફ ચુઝીંગ”

એક વાત હંમેશા યાદ રાખજો – “તમારા માથા પર કોઈ ગન રાખીને પણ કઈ કામ કરવાનું કહે તો પણ તમારી પાસે વિકલ્પો હોવાના જ છે. સવાલ માત્ર વિચારવાનો છે. જીવનમાં કઈ જ ફરજીયાત નથી હોતું. તમારી પાસે હંમેશા વિકલ્પો હોય છે. તમારી પાસે એ સત્તા છે કે તમે ધારો તે પરિસ્થિતિને કે પછી સમસ્યાને ઉકેલી શકો. તો પછી શા માટે એવરેજ લોકોની જેમ નબળા બનીને બીજા લોકોને દોષ આપતા રહેવા?

ચેમ્પિયન એક સુંદર માઈન્ડસેટ અપનાવી લે છે –

“હું કોઈ વ્યક્તિ કે પરિસ્થિતિને આધીન નથી.”

તેઓ હંમેશા કોઈને ને કોઈ વિકલ્પો શોધી જ લે છે.  તેઓ કાયર બનીને નસીબને પણ કોષતા નથી. તેઓના મતે નસીબ જેવું કઈ જ હોતું નથી. તેઓ એક સરળ સાયકોલોજીમાં માને છે –

“મે જીવનમાં જે વિકલ્પો અને રસ્તાઓ પસંદ કરેલા છે તેના આધારે મારું નસીબ બનશે. તેથી જ મારી સફળતા કે નિષ્ફળતા પાછળ નસીબ જવાબદાર નહી હોય. હું જ જવાબદાર હોઈશ.”

છે ને ઉત્તમ! જો તમે પણ તમારી જાત માટે, તમારા વિચારો માટે, તમારા એક્શન માટે જવાબદારી લેવાનું શરુ કરી દેશો તો ચેમ્પિયન બની જશો.

ચેમ્પિયન ક્યારેય એમ નહી કહે કે – “મારે આ કામ કરવું જ પડશે એટલે કરું છું.” તે એમ કહેશે કે – “મારે આ કામ કરવાની ઈચ્છા છે એટલે આ કામ કરું છું.”

આ ફર્ક છે – પાવર ઓફ ચુઝીંગનો. તેણે જાતે જ કામ પસંદ કરેલું હોય છે. તેથી તેને પોતાના વિકલ્પો પર શંકા થતી નથી.

હજુ એક ગુણ વિશે તમને જણાવું – નિર્ણય શક્તિ. તમારે ચેમ્પિયન બનવું હોય તો સૌથી પહેલા તો તમારી પાસે કેટલા વિકલ્પો છે તે શોધતા અને ઓળખતા શીખવું પડશે. ત્યારબાદ તેમાંથી ઉત્તમ વિકલ્પ કયું છે, ફાયદાકારક વિકલ્પ કયું છે તે ઓળખતા શીખવું પડશે. ત્યારબાદ જ તમે ઉત્તમ પસંદગી કરીને જીવનમાં આગળ વધી શકશો. આ બધું જ કરવા માટે સારી નિર્ણય શક્તિ કેળવો.

તમારે જીવનમાં કોઇપણ નિર્ણય લેવાના હોય તો બીજા લોકોના માર્ગદર્શન પર જ આધારિત ન રહો. તમારી જાતે નિર્ણય લેતા શીખો. જયારે જરૂર પડે ત્યારે જ મદદ લો. કારણ કે એક વાત સમજી લેવા જેવી છે – તમે ધારો તે હાંસિલ કરી શકો છો. બસ તમારી ઈચ્છા હોવી જોઈએ. તેમજ પાવર ઓફ ચુઝીંગ માઈન્ડસેટ અપનાવી લેતા શીખવો પડશે.

ફૂડ ફોર થોટ

આજે એક પરિસ્થિતિઓનું એક એવું લીસ્ટ બનાવો જેના પર તમારો કાબુ જ નથી. હવે એક એવું લીસ્ટ બનાવો જેનો કાબુ તમારા હાથમાં છે. તમે વિકલ્પમાંથી પસંદગી કરીને જાતે એક્શન લઇ શકો તેમ છો તેવું લીસ્ટ.

આ બંને લીસ્ટ પરથી તમને સમજાશે કે જીવનમાં હંમેશા તમારી પાસે વિકલ્પો હોય જ છે. કઈ જ ફરજીયાત નથી હોતું. તમે તમારા એક્શન લેવા માટે સ્વત્રંત છો. વિચારો, વ્યક્તિ, માન્યતાઓ અને પરિસ્થિતિના ગુલામ ન બની જાવ. તમારી સ્વતંત્રતા તમારી પાસે જ રાખો. માત્ર દ્રષ્ટિકોણ બદલી નાખો. બધી સત્તા તમારા જ હાથમાં છે.

આભાર

દર્શાલી સોની