વર્લ્ડ ક્લાસ લોકો અનેક પ્રકારની ટેકનિક્સનો ઉપયોગ કરે છે. જેમ કે "ટેન સ્ટેપ ચેન્જ પ્રોસેસ". તેઓના કાબૂમાં ન હોય તેવી પરિસ્થિતિઓને તેઓ અલગ રીતે જ સંભાળે છે. સામાન્ય રીતે કોઈ સેલ્સનો વ્યક્તિ પ્રેઝન્ટેશન આપે અને ગ્રાહક તેની સાથે અપમાનભર્યું વર્તન કરે તો નવશિખીયા લીડર્સ ગુસ્સે થઇ જશે. જયારે વર્લ્ડ ક્લાસ લોકો અગાઉથી જાણતા જ હોય છે કે ઓછી બુદ્ધીવાળા લોકો અપમાનભર્યું વર્તન કરે. તેઓ આ વર્તનથી હતાશ થતા નથી.
વર્લ્ડ ક્લાસ લોકો ટેન સ્ટેપ ચેન્જ પ્રોસેસ દ્વારા નીચે મુજબનું વર્તન કરે છે:
સૌ પ્રથમ તેઓ ગ્રાહકે ખરાબ વર્તન કર્યું તે ઘટના એક કાગળમાં લખી નાખે છે. ત્યારબાદ તે ગ્રાહકને કેવી રીતે જવાબ આપશે અને તેની શું અસર આવશે તે વિચારે છે. તેનો જવાબ તેને સંતોષ આપશે કે દુઃખ તે પણ તેઓ વિચારી રાખે છે. ત્યારબાદ તેઓ વિચારે છે કે તેનો જવાબ તાર્કિક હતો કે તર્ક વગરનો ગુસ્સામાં આપેલો હતો?
ત્યારબાદ તેઓ પોતાની વિચારોની પ્રોસેસને ચકાસે છે. આવી ઘટના ફરીવાર ઘટે તો શું કરવું તે પણ તેઓ વિચારી રાખે છે. તેઓ ખરેખર કેવો જવાબ આપશે તેનું મનમાં રિહર્સલ કરે છે. તે નવા જવાબને એક કાગળમાં લખી લે છે. તે ગ્રાહકને નક્કી કરેલ જવાબ આપતા હોય તે મનમાં કલ્પના કરીને અને બોલીને રીહર્સલ કરે છે. બીજીવાર તેવી જ ઘટના બને તો તે સમયે તેઓ કેવો જવાબ આપે છે તેનું નિરીક્ષણ જાતે કરે છે.
જો તેને પોતાના જવાબથી સંતોષ હોય તો તેનો મતલબ કે તેને ઘટનાને સંભાળતા આવડી ગઈ. જો તેને પોતાના જવાબથી સંતોષ ન હોય તો જ્યાં સુધી તેના જવાબમાં ઇચ્છિત સુધારા ન આવે ત્યાં સુધી તે "ટેન સ્ટેપ ચેન્જ પ્રોસેસ" ચાલુ રાખે છે. વર્લ્ડ ક્લાસ લોકો માટે આ ખૂબ જ અસરકારક ટેકનીક છે. આ પ્રોસેસને જાણવા કરતા તેનો અમલ કરતા પણ શીખો. શું તમે વર્લ્ડ ક્લાસ વ્યક્તિ બનવા તૈયાર છો? કલ્પના કરો કે તમે દરેક ઘટનામાં ઉત્તમ રીતે જવાબ આપી શકતા હો તો? શું તેના થકી તમે વધુ સફળ બની શકશો?
ફૂડ ફોર થોટ
કોઈપણ એક ઘટનાને પસંદ કરો અને તે ઘટનાને ટેન સ્ટેપ ચેન્જ પ્રોસેસમાં આંકો. જેમ કે કોઈ વ્યક્તિ ટ્રાફિકમાં તમારાથી આગળ નીકળી જાય તો તમે ગુસ્સે થાવ છો? કોઈ તમારું અપમાન કરે ત્યારે તમે કેવું વર્તન કરો છો? તમારા પુત્ર કે પુત્રીનું પરિક્ષામાં ઓછું પરિણામ આવે ત્યારે તમે કેવું વર્તન કરો છો?
આપણું રોજબરોજનું વર્તન આપણી આદત બની જાય છે. કોઈપણ ઘટના પ્રત્યે આપનો દ્રષ્ટિકોણ કેવો છે તેના પરથી જ આપણે ઘટના અનુરૂપ વર્તન કરતા હોઈએ છીએ. જો તમને તમારા મનનું રિપ્રોગ્રામિંગ કરતા આવડે તો તમે કોઈપણ ઘટના માટે પોતાનો દ્રષ્ટિકોણ બદલી શકો છો. તમારી જાતને બદલવા માટે ૨૦ થી ૩૦ દિવસનો સમય નક્કી કરો.