તમારી પ્રાયોરીટી શું છે?

work.jpg

એવરેજ લોકો માટે કામની વ્યાખ્યા અલગ હોય છે. તેઓ ઘડિયાળના કાંટે કામ કરે છે. તેના માટે કામ કરતા કેટલો સમય જે તે કામમાં બગડ્યો તે વધુ મહત્વ ધરાવે છે. જયારે ચેમ્પિયન્સ માટે કામ અને કામથી મળતા હકારાત્મક પરિણામો વધુ મહત્વના હોય છે. તેઓ હંમેશા કોઈપણ કામ વધુ સારી રીતે કેમ કરી શકાય તેના વિશે જ વિચારતા હોય છે. જયારે એવરેજ લોકો બપોરે જમવાનું શું છે તેવું વિચારે છે.

એવરેજ લોકો કામના સ્થળે કામ તો કરે છે પરંતુ તેનું મન બીજા જ વિચારોમાં ભટકતું હોય છે. તેઓ ધંધાને કઈ રીતે આગળ વધારી શકાય તેના વિશે વિચારતા જ નથી. ચેમ્પિયન્સ એવી જ નોકરી કે ધંધો કરે છે જે કામ કરવાની તેને મજા આવતી હોય. તેઓ પોતાને ન ગમતું કામ કરતા નથી. તેઓ પોતાનું મનગમતું કામ કરે છે તેથી જ તેના મનમાં હંમેશા સફળ કઈ રીતે થવું અને ઉત્તમ પરિણામો અને નફો કઈ રીતે મેળવવા તેના વિચારો ચાલતા હોય છે.

મહાન લોકો સતત તેના સપનાઓ અને ધ્યેયો વિશે જ વિચારે રાખે છે. તેથી ક્યારેક તો તેઓ પોતાના મનને આરામ આપવા ફરજિયાતપણે બીજી પ્રવૃતિઓ કરે છે. અમેરિકા જેવા રાષ્ટ્રની ૯૦% સંપતિ આવા વર્લ્ડક્લાસ લોકો પાસે જ છે. રાષ્ટ્રના ૫% વર્લ્ડક્લાસ લોકો ભેગા મળીને અમેરિકા - મહાસત્તા પર રાજ કરે છે. નવશિખીયા લીડર્સ ક્યારેય વર્લ્ડક્લાસ લોકોની સામે હરીફાઈમાં ટકી શકતા નથી. 

જે વ્યક્તિ પોતાના કામને જ પ્રેમ ન કરતો હોય, જે વ્યક્તિ માત્ર કરવા ખાતર કામ કરતો હોય - તે કઈ રીતે મહાન બની શકે? તે ઈચ્છે તો પણ મહાન ન બની શકે. મિડલક્લાસ લોકોની વિચારસરણી જ મિડલ ક્લાસ હોય છે તેથી જ તેઓ ક્યારેય વર્લ્ડક્લાસ ચેમ્પિયન્સ બની શકતા નથી. મિડલક્લાસ લોકો પાસે ટેલેન્ટ હોય છે, આવડત હોય છે, બુદ્ધી હોય છે પણ તેઓની વર્લ્ડક્લાસ બનવાની ઈચ્છા જ નથી હોતી. તેથી જ તેઓ ક્યારેય સફળ બની શકતા નથી.

કોઈપણ ધંધામાં વર્લ્ડક્લાસ લોકોનો એક અલગ જ સમૂહ હોય છે. તેઓની વિચારસરણી જ અલગ હોય છે. કોઈપણ ઓર્ગેનાઈઝેશન તેના સારા સમયમાં પણ આવા વર્લ્ડક્લાસ લોકોને આવકારે છે. જેથી તેઓ વધુ સફળ બની શકે. તેમજ કોઈ ઓર્ગેનાઈઝેશન તેના ખરાબ સમયમાં પણ વર્લ્ડક્લાસ લોકોને આવકારે છે જેથી તેની સમસ્યાઓનો ઉકેલ આવી શકે.

ધંધાના કોઈપણ ક્ષેત્રમાં વર્લ્ડક્લાસ લોકોની માંગ હોય જ છે. તેઓ ઈચ્છે તે ઓર્ગેનાઈઝેશનમાં કામ કરી શકે છે. કારણ કે તેની આવડત જ ઉત્તમ હોય છે. તેથી તેઓ ધારે તેવા પરિણામો મેળવી શકે છે.

ફૂડ ફોર થોટ

તમે કેટલું ઉત્તમ કામ કરી શકો છો તેના આધારે તમે કેટલા પ્રોડ્કટીવ છો તે કહી શકાય. તમારી કામ પ્રત્યેની પ્રોડ્કટીવીટીને ૧ થી ૭ના સ્કેલમાં માપો. જો તમારો સ્કોર ૬ કરતા ઓછો હોય તો તમે તમારી પ્રોડ્કટીવીટી વધારવા માટે કઈ ત્રણ પ્રવૃતિઓ કરી શકો તેનું એક લીસ્ટ બનાવો. તામ્ર બોસ પાસે જાવ અને તેની પાસેથી પણ જરૂરી માર્ગદર્શન લો. તમે નક્કી કરેલી પ્રવૃતિઓ અને તમારા બોસ દ્વારા નક્કી કરેલ પ્રવૃતિઓ કરવાનું શરુ કરી દો. જેથી તમારી પ્રોડ્કટીવીટી વધી જશે.