તમારી જાત પર સતત કામ કરતા રહો!
એવરેજ લોકો પોતાના પરફોર્મન્સને ચકાસવામાં સમય બગડતા નથી. તેઓ પોતાના પરફોર્મન્સનું વિશ્લેષણ પણ કરતા નથી. કંપનીને જેટલી આવડતની જરૂરિયાત છે તેટલી આવડત વિકસાવ્યા પછી એવરેજ લોકો પોતાની જાતને વિકસાવવાના પ્રયત્નો કરતા નથી. જયારે વર્લ્ડક્લાસ લોકો સતત પોતાના પરફોર્મન્સનું વિશ્લેષણ કરતા રહે છે. તેઓ સતત પોતાની જાતને ચકાસતા રહે છે. તેઓ બીજા લોકો પાસેથી પણ પોતાના પરફોર્મન્સ અંગેનો અભિપ્રાય જાણે છે. તેઓ બીજા લોકોને અને ગ્રાહકોને કેટલી હદે આકર્ષિત કરી શકે છે તેના પર ખાસ ધ્યાન આપે છે.
મેન્ટલ ટફનેસ યુનીવર્સીટીમાં અમે એક કન્સેપ્ટને અનુસરીએ છીએ જેને રેટ ઓફ વાયબ્રેશન - (ROV) કહે છે. રેટ ઓફ વાયબ્રેશન એટલે તમારી માનસિક અને શારીરિક શક્તિઓનો સમન્વય. તમારો સામેવાળા વ્યક્તિ પર કરિશ્મા કેવો હોય છે તેના પરથી તે વ્યક્તિ તમારાથી પ્રભાવિત થયું કે નહિ તે નક્કી થાય છે. રેટ ઓફ વાયબ્રેશનના મુખ્ય પાંચ પાસાઓ છે: શક્તિ, ઉત્સાહ, આત્મવિશ્વાસ, માન્યતાઓ અને સ્પષ્ટતા. આ બધાનો સમય એટલે તમારું રેટ ઓફ વાયબ્રેશન.
અમારી મેન્ટલ ટફનેસ યુનીવર્સીટીમાં અમે સેલ્સ અને મેનેજમેન્ટ ગ્રાહકોને પોતાનો રેટ ઓફ વાયબ્રેશન ચકાસવાનું કહીએ છીએ. દરેક સેલ્સ કોલ વખતે અને દરેક સેલ્સના સંવાદ વખતે તેઓનો રેટ ઓફ વાયબ્રેશન કેવો હતો તે તેઓ ચકાસે છે. ઘણીવાર ઉત્સાહ ઓછો હોય તો ઘણીવાર આત્મવિશ્વાસની ખામી હોય છે. જો તમારું રેટ ઓફ વાયબ્રેશન ઉત્તમ હશે તો તમને વધુ ગ્રાહકો મળશે. તમારા ઉત્તમ રેટ ઓફ વાયબ્રેશનના કારણે વધુ ગ્રાહકો તમારા તરફ આકર્ષાશે.
અમે અમારી યુનીવર્સીટીમાં રેટ ઓફ વાયબ્રેશન કઈ રીતે વધારી શકાય તે પણ શીખવીએ છીએ. ઘણા ઉત્તમ પરફોર્મર્સ વર્ષોથી આ કન્સેપ્ટને અનુસરી રહ્યા છે. ચેમ્પિયન્સ પોતાનું પરફોર્મન્સ વધુ સારું બનાવવા માટે અનેક સ્ટ્રેટેજીઝ અને ટેકનિક્સનો ઉપયોગ કરે છે. રેટ ઓફ વાયબ્રેશન ટેકનીકના પણ ઘણા સારા પરિણામ અનેક ચેમ્પિયન્સને મળેલ છે. ચેમ્પિયન્સ તેની કારકિર્દીના કોઈપણ સ્તરે પહોંચ્યા હોય આમ છતાં તેઓ સતત પોતાની જાતમાં સુધારા કરવા ઇચ્છતા હોય છે. તેઓ સતત નવા નવા આઈડીયાઝ શીખે છે અને પોતાની જાતને વધુ ઉત્તમ બનાવે છે. મિડલ ક્લાસ લોકો વીસ વર્ષથી જે કંઈપણ કામ કરતા આવ્યા છે તે જ કામ કરે રાખે છે. તેઓ તેની ટેકનીકમાં કોઈ સુધારા વધારા કરતા નથી. તેઓ પોતાની જાતને વિકસાવવા માટે સજાગ જ હોતા નથી. તેઓ એકને એક ઘરેડ અને કામથી ટેવાઈ ગયા હોય છે.
ફૂડ ફોર થોટ
તમે જયારે પણ કોઈ પ્રેઝેન્ટેશન આપતા હો ત્યારે તમારા પરફોર્મન્સને ચકાસો. ૧ થી ૧૦૦૦ વચ્ચે પોતાનું પરફોર્મન્સ ચકાસવાનું હોય તેમાં એવરેજ સેલ્સમેનનો સ્કોર ૨૫૦ જેટલો હોય છે. ઉત્તમ સેલ્સમેનનો સ્કોર ૭૫૦ જેટલો હોય છે. તમારો ધ્યેય ૧૦૦૦ સુધી પહોંચવાનો હોવો જોઈએ. એક રીતે વિચારીએ તો સ્કોરનું કોઈ મહત્વ નથી. આમ છતાં તમારો રેટ ઓફ વાયબ્રેશન વધતો રહે અને તમે લોકોને પ્રભાવિત કરી શકો તે માટે આ રેટ ઓફ વાયબ્રેશનની પ્રવૃત્તિ કરવી જોઈએ.