તમારા માટે આરોગ્ય કેટલું મહત્વનું?

તમારા માટે આરોગ્ય કેટલું મહત્વનું?

સારા આરોગ્યની મહત્વની ચાવી છે - પોતાના વજન પર કાબૂ રાખવો. જો જરૂર કરતા શરીરનો વજન વધુ હશે તો અનેક પ્રકારના રોગ થવાની શક્યતા રહેશે. ચેમ્પિયન્સ પોતાના વજનને કાબૂમાં રાખવા માટે ડાયેટ અને કસરત પર વધુ ધ્યાન આપે છે. વજનને કાબૂમાં કરવા માટે માનસિક રીતે ખૂબ જ મજબુત અને મક્કમ બનવું જરૂરી છે. પોતાની જાતને વચન આપો કે વજનને કાબૂ કરવા જરૂરી દરેક પ્રકારની કસરત કરશો.

કોઈપણ ડાયેટ પ્લાન તો જ કામનો છે જો તેનો ખરેખર અમલ કરવામાં આવતો હોય. તમે શું ખાઓ છો, કેવી રીતે કસરત કરો છો તે તમારા જ હાથમાં છે. જો તમે કોઈ કારણોસર કસરત કરવાનું ચુકી જાવ તો ફરીથી પોતાનું રૂટીન શરુ કરી દો. જો તમારું આરોગ્ય સારું હશે, તમારું વજન કાબૂમાં હશે તો તમે જીવનના અન્ય પાસા પર વધુ ધ્યાન આપી શકશો. જો તમે વર્લ્ડ ક્લાસ વ્યક્તિ બનવા માંગતા હો તો તમારા આરોગ્યની કાળજીથી શરૂઆત કરો. જો તમારું આરોગ્ય સારું હશે તો તમારો આત્મવિશ્વાસ પણ વધશે.

ફૂડ ફોર થોટ

તમારા મનને વાસ્તવિકતા દેખાડો. બધા જ કપડા ઉતારીને અરીસાની સામે ઉભા રહો. તમે જ તમારી જાતનું વર્ણન કરો. ત્યારબાદ તમારી જાતને પૂછો: "મારા શરીર ક્યાં પ્રકારની માનસિકતા છતી કરે છે? - ગરીબી, વર્કિંગ ક્લાસ, મિડલ ક્લાસ, અપર ક્લાસ કે વર્લ્ડ ક્લાસ?