તમારા મનનું પ્રોગ્રામિંગ કેવી રીતે કરશો?
સ્ટીવ સાયબોલ્ડે તેના જીવનકાળ દરમિયાન અનેક ચેમ્પિયન્સ સાથે કામ કરેલું છે. બધા જ ચેમ્પિયન્સ એ વાત સ્વીકારે છે કે તેઓએ નાનપણમાં જ અનેક જાતના માનસિક પ્રોગ્રામિંગ કરેલા હતા. તેથી જ તેઓ સફળ છે. અનેક ચેમ્પિયન્સના ઉત્તમ માનસિક પ્રોગ્રામિંગ પાછળ તેના માતાપિતા, શિક્ષકો, આચાર્ય,મિત્રો અને તેની કંપનીના બોસ પણ જવાબદાર છે. અનેક લોકોએ પોતાની બુદ્ધી મુજબ ચેમ્પિયન્સના મનનું ઉત્તમ પ્રોગ્રામિંગ કરવાનો પ્રયત્ન કર્યો છે.
લોકોની ટીકા કરવી અને લોકોને દોષ આપવો ખૂબ જ સહેલો છે. ચેમ્પિયન્સ પોતાની આદતો, વિચારો, માન્યતાઓ અને ફિલોસોફી મુજબ પોતાના મનનું ફરીથી પ્રોગ્રામિંગ કરે છે અને ફરીથી પોતાની જાતને પ્રોત્સાહિત કરે છે. તેઓ કોઈપણ વિચારો કે માન્યતાથી પોતાના મનને બાંધી લેતા નથી. મિડલ ક્લાસ લોકોના મનમાં વર્ષોથી જે માનસિકતા હોય અને જે વિચારો હોય તેના પર જ તેઓ ટકેલા રહે છે. તે નવા વિચારો કે નવી માન્યતાઓ કે નવી માનસિકતા સ્વીકારતા જ નથી. ઘણીવાર તો મિડલ ક્લાસ લોકોને ખબર હોય છે કે અમુક માન્યતાઓ બદલવાની જરૂર છે - આમ છતાં તેઓ જૂની રૂઢિઓમાં જ બંધાયેલ રહે છે.
પ્રોગ્રામિંગ કરવાની બે રીત
ચેમ્પિયન્સ તેના મનનું બે રીતે રિપ્રોગ્રામિંગ કરે છે. એક રીતમાં તેઓ પોતાની ભાષા બદલાવી નાખે છે. તેઓ પોતાની જાત સાથે વાત કરતા હોય કે અન્ય સાથે - મિડલ ક્લાસ ભાષા અને વિચારોને બદલે તેઓ વર્લ્ડક્લાસ લોકો જેવી ભાષા અને વિચારો ધરાવવાનું શરુ કરી દે છે. તેઓ પોતાની જાત સાથે વાત કરવા માટે એક હકારાત્મક લખાણ તૈયાર કરે છે. તેઓ દરરોજ તે લાકહ્ન વાંચે છે. બીજી પ્રોગ્રામિંગ રીતમાં તેઓ પોતાના સપનાઓ પૂરા કરવા માટે મેન્ટલ પિક્ચર એટલે કે વિઝ્યુલાઈઝેશનનો ઉપયોગ કરે છે. તેઓ પોતાના મનને હકારાત્મક ઘટનાઓ જોવા માટે તાલીમ આપે છે.
આ બે રીતથી પરફોર્મરના મન પર ગાઢ અસર પડે છે. મનને રિપ્રોગ્રામિંગ કરવાનો કન્સેપ્ટ ખૂબ જ સરળ છે આમ છતાં બહુ ઓછા લોકો તેનો ઉપયોગ કરે છે. જયારે મહાન લોકો આ ટેક્નિકનો ઉપયોગ કરીને પોતાના વિચારો, લાગણીઓ અને વલણને વર્લ્ડક્લાસ બનાવતા જાય છે.
ફૂડ ફોર થોટ
આજે જ તમારા મનના ખોટા પ્રોગ્રામિંગને બદલવાનો નિર્ણય લો. જૂના પ્રોગ્રામિંગને દૂર કરવા માટે નવી ભાષા, નવા શબ્દો અને વિઝ્યુલાઈઝેશન ટેકનીકનો ઉપયોગ કરવાનું શરુ કરી દો.