દરેક વ્યક્તિ માટે સ્વતંત્રતાની પરિભાષા અલગ હોય છે. આજના ચેમ્પિયનબોર્ડમાં આપણે એ જાણીશું કે મિડલ ક્લાસ લોકો સ્વતંત્રતા અંગે શું વિચારે છે અને વર્લ્ડક્લાસ લોકો કઈ રીતે અલગ તરી આવે છે. કારણ કે તેઓની સ્વતંત્રતાની વ્યાખ્યા અલગ જ હોય છે.
મિડલ ક્લાસ લોકો સ્વતંત્રતાનો દુરુપયોગ કરે છે. જયારે વર્લ્ડ ક્લાસ લોકો માટે સ્વતંત્રતા એક મિલકત સમાન છે. તેના મતે સ્વતંત્રતા એટલે તમને મન પડે તે રીતે પોતાના વિચારો, માન્યતાઓને વ્યક્ત કરવાની છૂટ. મહાન બનવા માટેની પહેલી શરત એ છે કે તમને પસંદગીની સ્વતંત્રતા અને તમારું નસીબ જાતે બનાવવાની સ્વતંત્રતા મળવી જોઈએ.
મિડલ ક્લાસ લોકો સ્વતંત્રતાના ફાયદાઓને ખૂબ જ ગંભીરતાથી સમજતા નથી. તેઓ માને છે કે તેની પાસે ગુમાવવાનું કઈ છે જ નહિ. તેઓ એ વાતથી અજાણ હોય છે કે તેઓ ઈચ્છે તો પોતાના મનને નવી રીતે પ્રોગ્રામ કરવાની સ્વતંત્રતા તેઓ ધરાવે છે. તેઓ ધારે તે રિપ્રોગ્રામિંગ અને પોતાની આવડત થકી વર્લ્ડક્લાસ વ્યક્તિ બની શકે છે. તેઓ પોતાની આવડતથી જ અજાણ હોય છે. તેથી જીવનભર મિડલ ક્લાસ માનસિકતામાં જ જીવીને મૃત્યુ પામે છે. તેઓના વરંડામાં જ સોનાનો ખજાનો પડ્યો હોય છે અને તેઓ બહાર નકશો લઈને સોનું શોધવા નીકળી પડે છે.
ચેમ્પિયન્સની વિચારસરણી જ અલગ હોય છે. તેથી જ તેઓ ખુશ અને સફળ હોય છે. તેથી જ તેઓ સંતોષી પણ હોય છે. મિડલ ક્લાસ લોકો ડર અને અસુરક્ષાની ભાવનામાં જીવતા હોય છે ત્યારે વર્લ્ડ ક્લાસ લોકો પ્રેમની દુનિયામાં જીવે છે.
જો મહાન લોકોને સ્વતંત્રતા આપવામાં ન આવે તો તેઓ ક્યારેય પોતાની આવડત અને ટેલેન્ટને શોધી શકતા નથી. મિડલ ક્લાસ લોકો પાસે પણ ટેલેન્ટ અને આવડત હોય છે, તેઓ પણ ધારે તે બની શકે છે આમ છતાં તેઓ પોતાનું રૂઢિગત જીવન જીવવાનું જ નક્કી કરે છે.
ફૂડ ફોર થોટ
તમારી જાતને નીચેનો પ્રશ્ન પૂછો:
"શું હું મારી સ્વતંત્રતાનો મહત્તમ ફાયદો ઉઠાવી રહ્યો છું? કારણ કે આ સ્વતંત્રતા માટે મારા દેશના અનેક લોકોએ પોતાના જીવનની કુરબાની આપી છે."