તમારા મતે સફળતા એટલે શું?

leadership.jpg

તમારા મતે સફળતા એટલે શું?

એવરેજ લોકો માટે સફળતા એટલે નાણા અને ભૌતિક સુખ સમૃદ્ધી. ચેમ્પિયન્સ માટે નાણા અને ભૌતિક સુખ સમૃદ્ધી - સફળતાના કારણે મળેલા પરિણામો છે. સફળતા જ નથી. ચેમ્પિયન્સ માટે સફળતાની વ્યાખ્યા ખૂબ જ સરળ છે. ચેમ્પિયન્સ માટે સફળતા એટલે પોતાના કુટુંબમાં, કામમાં અને જીવનમાં પૂરતા પ્રયત્નો કરી છૂટવા. ચેમ્પિયન્સના મતે સફળતાની કોઈ અઘરી વ્યાખ્યા નથી. નવશિખીયા લીડર્સ છાપામાં આવતી જાહેરાતો અને ટીવી શોમાં દેખાડતા ભ્રમને સફળતા માને છે. જાહેરાતનો ધંધો કરતા લોકો જાણે છે કે લોકોને સફળતાની ભૂખ છે. તેથી તેઓ પોતાની જાહેરાતમાં સફળતાની કંઇક અલગ જ વ્યાખ્યા રજુ કરે છે. જેમ કે સારી કાર, સારું ઘર અને સારા કપડા. તેઓ પોતાના ગ્રાહકોની માનસિકતાનો પુરતો અભ્યાસ કરે છે. જાહેરાત બનાવનારાને તેના જ તો નાણા મળે છે.

ચેમ્પિયન્સ તેની માનસિકતા સાથે ચેડા કરવામાં આવે તેવી કોઈ જાહેરાતથી પ્રભાવિત થતા નથી. તેઓ કોઈપણ વ્યક્તિની સફળતાની વ્યાખ્યાને પોતાની સફળતાની વ્યાખ્યા માની લેતા નથી.  મહાન લોકો પોતાનું ગમતું ક્ષેત્ર નક્કી કરે છે, પોતાનું વિઝન નક્કી કરે છે, તેના માટે આયોજન કરે છે અને કામ કરવાનું શરુ કરી દે છે. આ જ રીતે તેઓ પોતાના સપનાઓને વાસ્તવિકતામાં પરિવર્તિત કરી દે છે. રોજબરોજ તેના કામમાં જે કંઈપણ પ્રગતિ થાય તે તેના માટે સફળતા જ છે. તેઓ નાની નાની સફળતામાં પણ ખુશીઓ મનાવે છે. તેના માટે સફળતા હાંસિલ કરવા કરતા સફળતા માટે કામ કરવાની મજા વધુ મહત્વની હોય છે. વર્લ્ડ ક્લાસ લોકો જાણે છે કે - કંઇક મેળવવા માટે કામ કરવું પડે, સફળ બનવું પડે. તેઓ જે પ્રકારના વ્યક્તિ બનવા માંગે છે તે પ્રકારના વ્યક્તિ બનવા પર પૂરતું ધ્યાન આપે છે. સફળતા આપોઆપ મળી જાય છે.

ફૂડ ફોર થોટ

તમારી સફળતા માટેની માન્યતા શું છે તે જાણો. તમે બીજા લોકોની સફળતાની વ્યાખ્યાને અનુસરો છો કે તમારી પોતાની એક પ્રોફેશનલ વ્યાખ્યા છે? તમારી સફળતાની માન્યતાની તમારા જીવન પર અને ખૂશી પર કેવી અસર છે?