તમારા પર અહંકાર હાવી થાય છે?
એવરેજ લોકો અનેક લોકો માટે બદલાની ભાવના રાખે છે. તેઓ બીજા લોકોને દેખાડવા માટે સફળ બને છે. તેઓ નિષ્ફળતા મેળવે અથવા સંતોષની લાગણી ન અનુભવે તો તેનો દોષ પણ તેઓ બીજા લોકોને આપે છે. એવરેજ લોકો સતત બીજા લોકો સાથે હરીફાઈમાં ઉતરે રાખે છે. એવું નથી કે માત્ર મિડલ ક્લાસ લોકો જ બદલાની ભાવના ધરાવે છે. અપર ક્લાસના સફળ લોકો પણ બદલાની ભાવનાથી કામ કરતા હોય છે. તેઓ પણ કઈ રીતે પોતાના હરીફોને પછાડવા તેની ફિરાકમાં હોય છે.
અપર ક્લાસના લોકોના જાગૃત મન પર અહંકાર હાવી થઇ જાય છે. તેઓને કોઈ નાણાકીય સફળતા મળે તો પણ તેઓ અભિમાની બની જાય છે. આવા અહંકારી સ્વભાવના કારણે જ તેઓ ક્યારેય સંતોષ અને ખૂશીની લાગણી અનુભવી શકતા નથી. તેઓ વધુને વધુ સફળતા મેળવવાની હોડમાં ભાગ્યે જ રાખે છે. અપર ક્લાસના લોકોમાં નિષ્ફળ જવાનો ડર હોય છે. તેઓ સામેવાળી પાર્ટીને પછાડીને બદલો લઇ લે ત્યારે જ ખૂશી અનુભવે છે. તેઓને પોતાની સફળતા કરતા બીજાને હરાવ્યા તે બાબતનો આનંદ વધુ હોય છે.
નવશિખીયા લીડર્સ પણ બદલાની ભાવના દ્વારા પોતાનો અહંકાર સંતોષે છે. તેઓને નિષ્ફળતા મળે ત્યારે તેના અહંકારને ચોટ પહોંચે છે. તેથી તેઓ બદલાની ભાવનાથી કામ કરવાનું શરુ કરી દે છે. તેને એવો બ્રહ્મ હોય છે કે બદલો લેવાથી પોતાની નિષ્ફળતાને ઢાંકી શકાશે. આ બદલાની સાયકલ સતત ચાલુ જ રહે છે અને અંતમાં દુઃખ સિવાય કઈ જ હાથમાં આવતું નથી.
વર્લ્ડક્લાસ લોકો દરેક વ્યક્તિ પ્રત્યે પ્રેમની ભાવના રાખે છે. તેઓ લોકો સામે બદલો વાળવાની ભાવના રાખતા નથી. મહાન લોકો જાણે છે કે નફરતનું નિરાકરણ નફરત નથી. કોઈપણ વ્યક્તિને પ્રેમથી જીતી જ શકાય છે. તેના માટે બદલાની આગ રાખવાની કોઈ જરૂર નથી. જયારે વર્લ્ડક્લાસ લોકો સાથે કોઈ છેતરામણી કરે તો તેઓ હતાશ થતા નથી. કારણ કે તેઓને ખબર જ હોય છે કે નવશિખીયા લીડર્સ નિષ્ફળતાના ડરથી અથવા બદલાની ભાવનાને કારણે જ છેતરામણી કરે છે. તેથી મહાન લોકો નવશિખીયા લીડર્સ માટે બદલાની ભાવનાને બદલે દયા અને પ્રેમની લાગણી અનુભવે છે. તેઓ પોતે પણ એકવાર આવી પરિસ્થિતિમાંથી પસાર થઇ ગયા બાદ જ મહાન બન્યા હોય છે. તેથી તેઓ નવશિખીયા લીડર્સની લાગણીને સમજી શકે છે.
ફૂડ ફોર થોટ
આજે જ તમારા મનમાં આવતી બદલાની ભાવનાને દૂર કરો. એવા દરેક વિચારોને તમારા મનમાંથી કાઢી નાખો. માફી આપવી એ કોઈ નબળાઈ નથી. કોઈપણ વ્યક્તિ બદલાની ભાવના રાખી શકે. મહાન વ્યક્તિ એ જ છે જે માફ કરી શકે. યાદ રાખો કે દુનિયાના ૯૫% લોકો ડર અને અસુરક્ષાની ભાવનાને કારણે જ છેતરામણી કરતા હોય છે. તેથી તમારે આવા લોકો કરતા અલગ તરી આવવાનું છે. મહાન બનવા માટે સારી આદતો કેળવો. માફ કરો. બદલાની ભાવના ન રાખો.