તમને એકાંત ગમે છે?

સતત વ્યસ્ત રહેવુંને તમે સફળતા કહેશો? શા માટે એકાંત જરૂરી છે? શા માટે મનની શાંતિ જરૂરી છે? - આપણે જાણીશું આજના ચેમ્પિયન બોર્ડમાં.

મોટાભાગના લોકોને બહુ આરામ કરવાની જરૂર પડતી નથી. કારણ કે તેઓ પોતાની ક્ષમતા કરતા વધુ કામ કરતા જ નથી. તેઓ તેના રોજબરોજના રૂટીનથી વધુ કઈ કામ કરતા જ નથી તેથી તેઓ માટે આરામ જરૂરી નથી હોતો.

 એક રીસર્ચ મુજબ એક અમેરિકન આખા વર્ષ દરમિયાન ઓછામાં ઓછું ૧૬૬૯ કલાક ટેલિવિઝન જોવામાં સમય વ્યતિત કરે છે. આ પ્રવૃત્તિ થકી થોડીવાર માટે બધું ભુલાઈ જાય છે. પરંતુ તે કોઈ મનને આરામ આપવાની અસરકારક પ્રવૃત્તિ નથી. 

ચેમ્પિયન્સ જાણે છે કે તેઓ લાગણીશીલ છે - તેઓ દરરોજ પોતાનું ઉત્તમ પરફોર્મન્સ આપે છે - તેથી તેને એક સમયે તો આરામની જરૂર પડવાની જ છે. મોટાભાગના ચેમ્પિયન્સ આરામની અનેક પ્રવૃતિઓમાંથી એકાંતમાં રહેવાનું વધુ પસંદ કરે છે. થોડીવાર માટે એકાંત અને શાંતિનો સમય તેને પોતાના વિચારો અને વધુ પડતા કામના બોજાને સંતુલિત કરવામાં મદદરૂપ થાય છે. 

જો તમે એવરેજ પરફોર્મરને પૂછો કે ઉત્તમ પરિણામ મેળવવા માટે શું કરવું જોઈએ તો તેઓ કહેશે - વધુ અને લાંબાગાળા સુધી મહેનત. 

જયારે ચેમ્પિયન્સ પરંપરાગત રસ્તો અપનાવવાને બદલે સ્માર્ટવર્કને વધુ મહત્વ આપે છે. ૨૧મી સદીમાં લોકો સ્માર્ટવર્કને બહુ વધુ મહત્વ આપવા લાગ્યા છે તેથી જ ૨૧મી સદીને "ધ એજ ઓફ માઈન્ડ" તરીકે પણ ઓળખવામાં આવે છે. 

દુનિયાના મહાન લોકો કોઈપણ પ્રોડક્ટ કે સર્વિસને વધુ ઉત્તમ બનાવવા માટે તેના મગજને સર્જનાત્મકતાના વિચારોમાં ડૂબાડી દે છે અને કંઇક ઉત્તમ નિરાકરણ શોધી લાવે છે. તેથી જ તો મહાન લોકોને સૌથી વધુ નાણા ચુકવવામાં આવે છે. 

ઉત્તમ સર્જનાત્મક વિચારો કરવા માટે ઉત્તમ શક્તિ અને બુદ્ધીચાતુર્યની જરૂર પડે છે અને ઉત્તમ બુદ્ધીચાતુર્ય માટે ઉત્તમ આરામની જરૂર પડે છે. મહાન લોકો શાંત મનથી થતા ચમત્કારો જાણે છે. તેથી જ તેઓ નિયમિતપણે એકાંતમાં રહેવાનું પસંદ કરે છે.

 મહાન લોકો શાંત મન, મગજ અને આત્માની શક્તિ જાણે છે. તેથી જ તેઓ આરામ અને એકાંતને મહત્વ આપે છે.

ફૂડ ફોર થોટ

દરરોજ તમારા જીવનમાંથી ૨૦ મિનીટ કાઢો. જેમાં તમારી જાત સાથે જ રહો. આ સરળ પ્રવૃત્તિને તમારી આદત બનાવી લો. તમને અદભુત પરિણામો મળશે.