ચેમ્પિયન્સ દ્રઢતાની તાકાતને સમજે છે

smart.jfif

એવરેજ લોકો ક્યારેય નક્કી જ નથી કરી શકતા કે તેઓને ખરેખર શું જોઈએ છે અને તેઓને ખરેખર શું કરવું છે. તેથી તેઓ એક પછી એક નોકરીઓ બદલાવતા રહે છે અને નવા નવા કામ અપનાવતા રહે છે. અંતમાં એવરેજ લોકોનું જીવન પૂરું થઇ જાય છે અને તેઓ કઈ જ હાંસિલ કરી શકતા નથી. નવશિખીયા લીડર્સ તેના નિર્ણયો બાબતે દ્રઢ નથી હોતા કદાચ તેથી જ તેઓ સફળ બની શકતા નથી. તેઓ કોઈ એક જ ધ્યેય પર પૂરતું ધ્યાન આપતા નથી. જયારે ચેમ્પિયન્સ કોઈ ધ્યેય નક્કી કરે છે ત્યારે તે ધ્યેય હાંસિલ કરવા માટે દિવસ રાત મહેનત કરે છે. તેના મગજ પર ધ્યેય એટલી હદે હાવી થઇ જાય છે કે તેઓ તેના ધ્યેય સિવાય બીજું કઈ વિચારી શકતા જ નથી.

ચેમ્પિયન્સ પોતાનો ધ્યેય કોઈપણ હાલતમાં હાંસિલ કરીને જ રહે છે. તેઓની સફળતાનું રહસ્ય તેના કામ અને ધ્યેય પ્રત્યેની દ્રઢતા છે. નવશિખીયા લીડર્સ ચેમ્પિયન્સની આ આદતથી જ પ્રભાવિત થઇ જાય છે. ચેમ્પિયન્સ તેના સપનાઓ પાછળ દોડ્યે રાખે છે અને ક્યારેય પાછળ ફરીને જોતા નથી. તેઓ ભૂતકાળમાં કરેલ ભૂલો પણ ફરીથી કરતા નથી. તેઓ માનસિક રીતે જ એક એવા સ્તર પર પહોંચી જાય છે કે નિષ્ફળતા તેના માટે વિકલ્પ જ નથી. સફળતા જ તેનો ધ્યેય બની જાય છે. તેઓ જાણે છે કે જેટલી વધુ મુશ્કેલીઓ હશે તેટલી જ મજેદાર જીત હશે.

ઘણા લોકોને એ વાતનું આશ્ચર્ય થતું હોય છે કે ચેમ્પિયન્સ તેના સપનાઓ અને ધ્યેય બાબતે દ્રઢ કઈ રીતે રહી શકે છે. જયારે ચેમ્પિયન્સ માટે તો આ વાત ખૂબ સરળ છે. તેઓના મનમાં તેના ધ્યેય બાબતે પૂરી સ્પષ્ટતા હોય છે. ચેમ્પિયન્સને શું જોઈએ છે તે તેને ખબર હોય છે તેમજ તેઓ શું જોઈએ છે તે માટે ઊંડાણપૂર્વક રીસર્ચ કરે છે. તેઓ નાનામાં નાની બાબત પ્રત્યે સ્પષ્ટ હોય છે. એકવાર ચેમ્પિયન્સને શું જોઈએ છે તેની સ્પષ્ટતા મળી જાય એટલે તે યુદ્ધના ધોરણે કામ કરવાનું શરુ કરી દે છે.

તમારો હેતુ શું છે અને તમારા ધ્યેય માટે તમે કેટલા દ્રઢ છો તેના પરથી જ તમારી સફળતા નક્કી થશે. મહાન લોકો શા માટે ખૂબ જ દ્રઢ સ્વભાવવાળા હોય છે તે જાણો છો? - તેઓએ નિષ્ફળતા નામના શબ્દને જ પોતાની ડીકસનરીમાંથી કાઢી નાખ્યો હોય છે. તેઓની વિચારવાની પ્રક્રિયામાં હારને સ્થાન જ નથી હોતું. તેનો વિચારો જ જીત અંગેના હોય છે. મોટાભાગના લોકોને અનેક જાતની શંકાઓ અને ખોટી માન્યતાઓ હોય છે ત્યારે ચેમ્પિયન્સ માટે સફળતા જ નસીબ છે, સફળતા જ સાચો રસ્તો છે. તેઓ માને છે કે હાર અશક્ય છે. તેઓ માટે જીતની અપેક્ષા જ એટલી ઉચી હોય છે કે તેઓ જ્યાં સુધી ખરેખર સફળ ન થઇ જાય ત્યાં સુધી દ્રઢતાથી મહેનત કરે રાખે છે. તેઓ ગમે તેવી અઘરી પરિસ્થિતિઓનો સામનો કરતા પણ અચકાતા નથી.

ફૂડ ફોર થોટ

તમારા બાળપણમાં જઈને યાદ કરો કે એવી કઈ પ્રવૃતિઓ હતી જેમાં તમે ખૂબ જ દ્રઢતાથી કામ કરતા? - હવે તમારી જાતને પ્રશ્ન પૂછો: "જો આ જ દ્રઢતા હું મારી હાલની મુશ્કેલીઓનો સામનો કરવામાં અપનાવું તો? તેનાથી મારા જીવનમાં કઈ ફરક પડશે?" જવાબ છે હા...તો રાહ શેની જૂઓ છો તમને ખબર જ છે કે હવે તમારે શું કરવાનું છે.