ખુશ રહેવું શા માટે જરૂરી છે?

happy.jpg

ખુશ રહેવું શા માટે જરૂરી છે?

એવરેજ લોકો તેના મનમાં આવતા દરેક વિચારોને આવકારે છે. ચેમ્પિયન્સ સજાગતાથી દરેક વિચારોને સમજે છે અને કામના વિચારોને જ ધ્યાનમાં લે છે. દરેક ફાલતું વિચારને તેઓ મહત્વતા આપતા નથી. તેઓ ખૂબ જ સજાગ રહીને જીવતા હોય છે. તેથી તેઓ તેના મનમાં આનંદી અને હકારાત્મક વિચારોને જ સ્થાન આપે છે. મહાન લોકો તેના વિચારો પ્રત્યે ખૂબ જ સજાગ હોય છે. કારણ કે વિચારો ખૂબ જ તાકાત ધરાવે છે. વિચારોથી અનેક પરિસ્થિતિઓ અને પરિણામોની રચના થાય છે. 

તમને શું લાગે છે વર્લ્ડક્લાસ લોકોના મનમાં સંતોષની લાગણી હોય છે તેથી તેઓ ખુશ હોય છે કે તેઓ ખુશ હોય છે તેથી તેના મનમાં સંતોષની લાગણી હોય છે? ચેમ્પિયન્સ જાણે છે કે તેનું આંતરિક મનની અસર તેની બહારી દુનિયા પર જરૂર પડશે. તેથી જ તેઓ આનંદી અને સંતોષી વર્તન કરે છે. સફળ અને આનંદી બનવા માટે સફળ અને આનંદને અનુભવવો પડે. મહાન લોકો એક કહેવતને અનુસરે છે - "તમે જેની શોધમાં છો તે તમારી શોધમાં છે." તમે જેવું વિચારશો તેવું જ આકર્ષિત કરશો. જો તમે સફળતા વિશે વિચારશો તો સફળતા જ તમારી પાસે આવશે. ખૂશી આકર્ષો તો ખૂશી તમારી પાસે આવશે.

મિડલ ક્લાસ લોકો લોટરી જીતવાની રાહમાં હોય છે, કોલેજનું શિક્ષણ પૂરું કરીને નોકરીની રાહમાં હોય છે. તેઓ સફળતા કે ખૂશીની લાગણીને આકર્ષતા જ નથી. સામાન્ય રીતે મિડલ ક્લાસ લોકો પોતે જે છે તે આકર્ષે છે - પોતાને જે જોઈએ છે તે આકર્ષતા નથી. તેથી જ તેઓ ક્યારેય વર્લ્ડ ક્લાસ વ્યક્તિ બની શકતા નથી. વર્લ્ડ ક્લાસ લોકો આનંદી હોય છે. તેથી ખુશીઓ તેની પાસે સામેથી આવે છે.

ફૂડ ફોર થોટ

દરરોજ સવારે ખુશ રહેવાનું નક્કી કરો. તમને આશ્ચર્ય થશે કે જો તમે ખુશ હશો તો તમારી આસપાસ પણ ખુશ લોકો જ આવશે. તમે જેવું આકર્ષો તેવું તમને મળે.