આયોજન  શા માટે જરૂરી છે?

planning.jpg

આયોજન  શા માટે જરૂરી છે?

યુદ્ધમાં આયોજન વગર સીધું ઝંપલાવો તો શહીદ થઇ જવાય. કોઈપણ ક્ષેત્રમાં સફળતા મેળવવા માટે પૂરતું આયોજન કરવું ખૂબ જ જરૂરી છે. મોટાભાગના લોકો આયોજન કર્યા વગર જ કામ કરવાનું શરુ કરી દે છે. અંતમાં તેઓ પસ્તાય છે. શાળામાં તમે અનેક બાળકોને બોલતા સાંભળ્યા હશે કે તેઓ પરિક્ષા પહેલાં આયોજન કરીને વાંચતા નથી. તેઓ અંતમાં જ વાંચે છે. તેવી જ રીતે મિડલ ક્લાસ લોકો એવા ફાંકા મારતા રહે છે કે તેઓ આયોજન કર્યા વગર પણ સફળ થઇ શકે છે. જયારે પરિણામ ઉલટું આવે ત્યારે આ ફાંકો નકામો સાબિત થાય છે.

એવરેજ લોકો હંમેશા સરળ રસ્તાની શોધમાં હોય છે. તેઓ લાંબાગાળાનું આયોજન પણ કરતા નથી. તેથી જ તેઓ સફળતા મેળવી શકતા નથી. ચેમ્પિયન્સ ઉત્તમ આયોજક હોય છે. તેઓ સતત પોતાના આયોજન મુજબ કામ થાય છે કે નહિ તે બાબત પર નજર રાખે છે. તેઓ ખૂબ જ ચોક્સી પૂર્વક તેના આયોજનને અનુસરે છે. તેઓ ઊંડાણપૂર્વકનું આયોજન કરે છે. દરેક માહિતીને ધ્યાનમાં લઈને આયોજન કરે છે.

ચેમ્પિયન્સ સતત એવરેજ લોકોથી ઘેરાયેલા હોય છે આમ છતાં તેઓ પોતાનો રસ્તો ભટકતા નથી. ચેમ્પિયન્સ પોતાના જ્ઞાન અને અનુભવ પરથી જ આયોજન કરતા નથી. તેની આસપાસ તેના કરતા વધુ જ્ઞાન અને અનુભવવાળા લોકો હોય છે જે તેને ઉત્તમ પ્રકારનું આયોજન કરવામાં મદદરૂપ થાય છે. તેઓ એવા લોકોને શોધે છે જે તેને મદદરૂપ થઇ શકે. એવરેજ લોકોને આયોજન કરવું ગમતું નથી. કારણ કે તેમાં ખૂબ જ સમય વ્યતિત કરવો પડે છે તેમજ આયોજન કરતી વખતે ખૂશી મળતી નથી. 

મોટાભાગના લોકો તાત્કાલિક ખૂશી અને સફળતાની શોધમાં હોય છે. તેની આ ઉતાવળના કારણે જ તેઓ સફળ બની શકતા નથી. ચેમ્પિયન્સ એ સત્ય જાણે છે કે જેટલી ધીરજ વધુ હશે, જેટલો અનુભવ અને જ્ઞાન વધુ હશે તેટલી જ ઉત્તમ પ્રકારની સફળતા પણ મળશે જ.

ફૂડ ફોર થોટ

તમારા જીવનના ધ્યેયને હાંસિલ કરવા માટે ૯૦ દિવસનું આયોજન કરો. ૯૦ દિવસ આયોજન મુજબ કામ કરવાથી તમને શિસ્તની આદત પડી જશે તેમજ તમે આયોજન મુજબ કામ કરી રહ્યા છો કે કેમ તેના પર પણ સતત ધ્યાન આપી શકશો. એકવાર ૯૦ દિવસનું આયોજન મુજબનું કામ પૂરું થાય એટલે બીજા ૯૦ દિવસનું આયોજન કરવાનું શરુ કરી દો. ફોર્ચ્યુન ૫૦૦ની સેલ્સ અને મેનેજમેન્ટની ટીમ આ આદતનો અસરકારક રીતે ઉપયોગ કરે છે.