"રીઝલ્ટ મેટ્રીક્ષ" એટલે શું?

 

એવરેજ લોકો સફળતા, ખૂશી અને સંતોષ મેળવવા માટે કોઈ ચોક્કસ પદ્ધતિ અનુસરતા નથી. તેઓ લાગે તો બાણ જેવી માનસિકતા ધરાવે છે. જયારે ઉત્તમ પરફોર્મર્સ "રીઝલ્ટ મેટ્રીક્ષ" નામની ફોર્મ્યુલાને અનુસરે છે. મહાન લોકો એવું માને છે કે જીવનનું સાચી ઇનામ ખૂશી જ છે. તેમજ તે ખૂશી જો સફળતા અને સંતોષ હશે તો જ મળશે. તેઓ એમ પણ માને છે કે સફળતા મેળવવા માટે અમુક ચોક્કસ આદત, કામ અને વર્તન કેળવવું પડશે. મનથી સજાગ બનવું પડશે. પરફોર્મર્સનું સજાગ મન તેની માન્યતાઓનું બનેલું હોય છે. તેમજ તેની માન્યતાઓ તેના મનના પ્રોગ્રામિંગ થકી બનેલ હોય છે. મનનું પ્રોગ્રામિંગ તેની ભાષા અને કલ્પનાશક્તિ પરથી બનેલું હોય છે.

રીઝલ્ટ મેટ્રીક્ષનો તમે ઈચ્છો ત્યારથી અમલ કરવાનો શરુ કરી શકો છો. રીઝલ્ટ મેટ્રીક્ષની શરૂઆત પહેલા તમારે એ નક્કી કરવાનું હોય છે કે તમે દરરોજ કેવા શબ્દો અને માનસિક ચિત્રોનો ઉપયોગ કરશો. ઉત્તમ પરફોર્મર્સ ખૂબ જ ચાલાક હોય છે. તેઓ તરત જ પોતાની ભાષા અને કલ્પનાશક્તિ પર કામ કરવાનું શરુ કરી દે છે. તેની આદતોમાં આ નાનકડો ફેરફાર તેને ખૂબ જ અસરકારક પરિણામો આપે છે. સમય જતા ઉત્તમ પરફોર્મર્સ વર્લ્ડ ક્લાસ લેવલના પરિણામો મેળવવાનું શરુ કરી દે છે. વર્લ્ડ ક્લાસ ખૂશી મેળવવાની આ સૌથી સરળ ફોર્મ્યુલા છે. જીમ રોહન નામક વક્તા હંમેશા કહે છે - "આ કરવું સહેલું છે અને ન કરવું પણ સહેલું જ છે."

ફૂડ ફોર થોટ

તમારા પોતાના રીઝલ્ટ મેટ્રીક્ષને ચકાસો અને નક્કી કરો કે તમે ક્યાં પ્રકારની ખૂશી મેળવવા માંગો છો. તમારી પાસે પાંચ પ્રકારની પસંદગી છે - ગરીબી રેખા, વર્કિંગ ક્લાસ, અપર ક્લાસ અને વર્લ્ડ ક્લાસ. ત્યારબાદ તમારી ભાષા અને કલ્પનાશક્તિ પર કામ કરવાનું શરુ કરી દો. તમે તમારી જાતને કઈ રીતે જોવા ઈચ્છો છો અને અન્ય લોકો સાથે તમારી જાતને કઈ રીતે જોવા ઈચ્છો છો તેની કલ્પના કરવાનું શરુ કરી દો.