Self Development

Self Development by Darshali.jpg

(વિશ્વના ટોચના મોટિવેશનલ લેખકોના સેલ્ફ ડેવલપમેન્ટ પરના ૧૦ બેસ્ટસેલર પુસ્તકોનો વિચારસાર)

તમારે તમારી જાતને વિશ્વના તમામ પ્રકારના પડકારો માટે તૈયાર કરવી હોય, સફળતાનો રાજમાર્ગ મેળવવો હોય, જાતને સોનું નહીં પારસમણી બનાવવી હોય; તો તમારી પાસે બે રસ્તા છે. એક, અંગ્રેજીમાં સેલ્ફ ડેવલપમેન્ટ પર લખાયેલા ટોપ-10 પુસ્તકો તોતિંગ ખર્ચ કરી ભેગા કરો. ત્રણથી છ મહિનાનો સમય આપી બધું મળી ૪૦૦૦ થી ૫૦૦૦ પાનાં વાંચી જાઓ. તેમાંથી અગત્યની બાબતો તારવી તેની યાદી તૈયાર કરો અને પછી અમલીકરણ કરો. ટુંકમાં રાજકોટથી અમદાવાદ જવું હોય તો છેક કેરેલા સુધી જઈ ત્યાંથી દિલ્હી જઈ અમદાવાદ જાઓ. બીજો રસ્તો છે, એ દસ પુસ્તકોના સાર સમું આ પુસ્તક એક દિવસમાં વાંચી જાઓ અને શીખવા જેવું બધું શીખી લો. એટલે કે XUVમાં બેસી રાજકોટથી અમદાવાદ ૩ થી ૪ કલાકમાં પહોચી જાઓ!

આ પુસ્તકમાં અંગ્રેજીમાં સેલ્ફ ડેવલપમેન્ટ પર લખાયેલા જગવિખ્યાત ૧૦ પુસ્તકોનો સાર અથવા અર્ક સરળ ગુજરાતી ભાષામાં આપવામાં આવ્યો છે, જેમાં સ્ટિફન કોવીનાં જગવિખ્યાત પુસ્તકો સેવન હેબિટ્સ ઓફ હાઈલી ઈફેકટિવ પિપલ, એઈટ્થ હેબિટ્ ઉપરાંત ડેવિડ એલન અને જોન સી. મેક્સવેલ જેવા દિગ્ગજ લેખકોનાં પુસ્તકોનો સમાવેશ થાય છે.


Buy on Amazon