Up

up by darshali soni.jpg

અપ એક મહત્વાકાંક્ષી કહાની

કલ્પના કરો, તમારું આખું ઘર હજારો ફુગ્ગાઓ સાથે બાંધી દીધું હોય. પછી તમે એ જ ઘરને ઉડાડીને પેરેડાઇઝ ફોલ જોવા જાવ...કેવું પાગલપન લાગે ને? પરંતુ ૭૮ વર્ષના કાર્લ માટે તે પાગલપન નથી. તેની પત્ની એલીનું સપનું હતું કે તે બંને સાથે મળીને પેરેડાઇઝ ફોલ જોવા જાય. એલીનું આ સપનું પૂરું થાય તે પહેલા જ તે મૃત્યુ પામી. કાર્લને તેણીનું સપનું પૂરું કરવું જ હતું. કાર્લના ઘરથી લઈને પેરેડાઇઝ ફોલની મુસાફરીમાં તે અનેક નવા લોકોને મળે છે. આ મૂવીનું દરેક કેરેક્ટર અનોખું છે. તો શરુ કરીએ?

રસેલ

સૌ પ્રથમ કાર્લને મળે છે નાનો એવો તોફાની સ્કાઉટનો સભ્ય રસેલ. તે કાર્લને મદદ કરવા માંગે છે. તેનામાં પણ એક નાના બાળક જેટલી બધી જ જીજ્ઞાસાઓ હોય છે. આખી મુસાફરી દરમ્યાન અનેક મુશ્કેલીઓ આવવા છતાં રસેલ પૂરી નીડરતાથી કાર્લનો સાથ આપે છે. આ નાનકડો રસેલ તમારું બાળપણ જરૂરથી યાદ દેવડાવી દેશે.

ડગ ટોકિંગ ડોગ

પેરેડાઇઝ ફોલ પહોંચતા પહેલા કાર્લ અને રસેલને એક બોલતું કુતરું મળે છે. તેનું નામ ડગ હોય છે. કહેવાય છે ને કે માણસો કરતા કુતરાઓ વધુ વફાદાર હોય છે. તે જ રીતે ડગ પણ કાર્લ અને રસેલની અંત સુધી રક્ષા કરે છે. તેમજ દરેક મુશ્કેલીઓમાંથી તેને બચાવે છે.

ચાર્લ્સ મુન્ત્ઝ

દરેક મુવીમાં એક હીરો અને એક વિલન હોય જ છે. આ મુવીનો વિલન એટલે ચાર્લ્સ મુન્ત્ઝ. ચાર્લ્સ ઘણા વર્ષોથી એક પક્ષીની શોધમાં હોય છે. તે પક્ષી માટે થઈને જ ચાર્લ્સ ઘણા વર્ષોથી પેરેડાઇઝ ફોલમાં જ રહેતો હોય છે. તેની સેનામાં બધા કુતરાઓ હોય છે. ચાર્લ્સ મુન્ત્ઝ એક પ્રખ્યાત એડવેન્ચરર હતો. ચાર્લ્સ જે પક્ષીની શોધમાં હોય છે તે પક્ષી તો રસેલનું પરમ મિત્ર બની ગયું છે. આ પક્ષીને રસેલ અને કાર્લના પ્રયત્નો અને ચાર્લ્સની હારની કહાની એટલે અપ.

કેવિન

રસેલને પેરેડાઇઝ ફોલમાં એક અતિ સુંદર અને તોફાની પક્ષી મળે છે. રસેલ તેનું નામ કેવિન રાખે છે. આ કેવિનને ચોકલેટસ ખુબ જ ભાવે છે. કેવિન અને રસેલની મિત્રતા આ મુવીમાં સુંદર રીતે દર્શાવી છે. પરંતુ કાર્લને શરૂઆતમાં કેવિનથી ચીડ હોય છે. સમય જતા કાર્લને પણ કેવિન ગમવા લાગે છે.

કાર્લની તેની પત્ની એલીનું સપનું પૂરું કરવાની મુસાફરીમાં તેને એક નાનકડું એવું કુટુંબ મળી જાય છે: રસેલ, ડગ અને કેવિન.

પ્રેમ

કાર્લનો એલી માટેનો અતુટ પ્રેમ આ મુવીમાં દેખાડેલો છે. કાર્લ તેના ઘરને એલી માનીને તેની સાથે વાતો કરે છે. કાર્લ ૭૮ વર્ષે પણ એલીનું સપનું પૂરું કરે છે. કાર્લના ઘરમાં એલીની સુંદર છબી. પ્રેમ જીવનની અમુલ્ય લાગણી છે. જે આ મુવીમાં સુંદર રીતે દર્શાવવામાં આવી છે.

એડવેન્ચર

એડવેન્ચર માટે કોઈ ઉંમર હોતી નથી. કાર્લ ૭૮ વર્ષનો હોવા છતાં ફુગ્ગાઓથી પોતાનું ઘર બાંધીને લઇ જાય છે. રસેલ પણ ખુબ જ નાનો હોવા છતાં નીડર છે. બધા સાથે મળીને એક એડવેન્ચરસ જર્ની પર નીકળે છે. આમ પણ એડવેન્ચર વગર જીવન કંટાળાજનક બની જાય છે.

ડેન્જર

તમારા માટે જે ડેન્જર છે તે બીજા માટે મજા હોઈ શકે. કાર્લને કેવિન નામનું પક્ષી ડેન્જર લાગતું હતું. જયારે રસેલનું તે પક્ષી પરમ મિત્ર બની ગયું હતું. કાર્લ ચાર્લ્સ જેવા ડેન્જર દુશ્મનનો સામનો બહાદુરી અને ચતુરાઈથી કરે છે.

આ મુવીને બે ઓસ્કાર મળેલા છે. મુવી ખુબ જ સરળ છે. ઘણા મુવીમાંથી શીખવા કરતા આનંદ મેળવવાનો હોય છે. આ એક આશાવાદી મુવી છે. ગમે તેવી મુશ્કેલીઓ આવવા છતાં કાર્લ તેનું ઘર પેરેડાઇઝ ફોલ સુધી પહોંચાડે જ છે. જીવનનું પણ આવું જ છે. તેથી આશાવાદી બનો.

આભાર

દર્શાલી સોની