Stan lee

stan lee by darshali soni.jpg

સ્ટેન્લી - સુપરહીરોઝનો જન્મદાતા

તમે આયર્નમેન, એક્સમેન, સ્પાઈડર મેન, હલ્ક, ડોક્ટર સ્ટ્રેનજ, અને ફેન્ટાસ્ટીક ફોર જેવા સુપર હીરો મુવીઝથી પરિચિત જ હશો. તેમજ આ બધા સુપરહીરોઝ તમારા ફેવરીટ પણ હશે. જો તમને આ બધા મુવીઝ ગમતા હશે તો તમે સ્ટેનલીને તો જાણતા જ હશો. દરેક સુપરહીરો મુવીમાં મસ્ત મજાના ગોગલ્સ પહેરીને એક સીનમાં તો સ્ટેન્લી જોવા મળે જ. આજે કોઈ મુવી ટોક લખવા કરતા એક એવા વ્યક્તિની વાત કરવી છે જેના કારણે આપણે સુપરહીરોની દુનિયાથી પરિચિત થયા. સ્ટેન્લી. એક પ્રખ્યાત અમેરિકન કોમિક બુક રાઈટરથી લઈને માર્વેલની સીરીઝના જન્મદાતા સ્ટેન્લીનું જીવન પણ કોઈક સુપરહીરો જેવું જ હતો.

હાલમાં જ ૧૨ નવેમ્બરના રોજ પંચાણું વર્ષની વયે તેનું અવસાન થયું. તેના અંગત જીવનની વાત કરીએ તો તેના પિતા એક ડ્રેસ કટર હતા અને સતત ડીપ્રેશનમાં રહેતા. બહુ જ નાની ઉંમરથી સ્ટેન્લી કામ કરવા લાગ્યા હતા. તેણે તેના જીવનમાં નાનામાં નાનું કામ પણ કર્યું છે. તેણે તેની કારકિર્દીની શરૂઆતમાં પબ્લીકેશન હાઉસમાં પાર્ટ ટાઇમ નોકરી કરી. ઓફીસ બોય તરીકે કામ કર્યું. લોકોને સેન્ડવીચ ડીલીવર કરવાનું પણ કામ કર્યું.

સ્ટેન્લીને નાનપણથી મુવીઝ અને પુસ્તકો આકર્ષતા. તેથી તેણે નાનપણથી જ લખવાનું શરુ કરી દીધું હતું. તેને સૌથી વધુ રસ કોમિક બુક્સમાં હતો. તેની કિશોરાવસ્થામાં તેણે કોમિક્સ લખવાનું શરુ કરી દીધું હતું. ધીમે ધીમે તે આ ક્ષેત્રમાં આગળ વધતા ગયા. તેણે સૌથી પહેલી કોમિક બુક કેપ્ટન અમેરિકા પર લખી. ધીમે ધીમે એડિટર, કોમિક બુક્સ અને કાર્ટૂનિસ્ટ તરીકે તેનું નામ ફિલ્મ ક્ષેત્રે પ્રખ્યાત થવા લાગ્યું.

આગળ જતા તેણે માર્વેલ્સ સાથે કામ કર્યું. તેણે પોતાની એક કંપની પણ ખોલી હતી. તેણે સ્ટેન્લી મીડિયા સ્ટુડિયો એવું નામ પણ આપ્યું હતું. જીવનના અનેક ચડાવ ઉતાર પછી સ્ટેન્લી લોકોને ઉત્તમ સુપરહીરોઝ આપી શક્યા અને હાલમાં આપણે આ બધા જ સુપરહીરોઝમાંથી પ્રેરણા લેતા હોઈએ છીએ.

૧ સ્પાઈડરમેન - પોતાની જાતમાં આત્મવિશ્વાસ હોવો અને બધાનું હંમેશા માટે ભલું ઇચ્છવું તે તમે સ્પાઈડરમેનમાંથી શીખી શકો. આ સીરીઝમાં બુરાઈની સામે હંમેશા સારપની જીત થાય છે તે ઉત્તમ રીતે દર્શાવ્યું છે.

૨ આયર્નમેન - રોબર્ટ ડ્રાઉની જુનીયર દ્વારા અભિનીત બધાનું ચહીતુ પાત્ર આયર્નમેન સ્ટેન્લીની જ ઉપજ છે. તે તમને એક અલગ એટીટ્યુડ અને પોતાના ક્ષેત્રમાં નિષ્ણાત બનતા શીખવશે.

૩ એકસમેન - આ પાત્ર હજારો વર્ષો સુધી પોતાની આવડત થકી લોકોને મદદ કરે છે. તેની સીરીઝમાં બીજા અનેક સુપરહીરો જેવી શક્તિ ધરાવતા પાત્રો પણ તમને પ્રેરણા આપશે.

નાના બાળકો માટે જેમ વાર્તાઓ હોવી જરૂરી છે તેમ સ્ટેન્લીએ મોટેરાઓને સુપરહીરોના રૂપમાં ફેરી ટેલ્સ આપી દીધી છે. તેને લખવું સૌથી વધુ ગમતું. તેના દરેક પાત્ર પછી તે હલ્ક હોય કે ડોક્ટર સ્ટ્રેનજ તમારામાં આશા જગાડશે. સુપરહીરોઝ તમારા જીવનમાં કોઇપણ સ્વરૂપે હોઈ શકે છે. તે પછી તમે પોતે પણ હો અથવા તમારી આસપાસના લોકો પણ તમને પ્રેરણા આપતા હોય તેવું બને. સ્ટેન્લી તો હવે નથી રહ્યા પણ તે અનેક સુપરહીરોઝ થકી આપણી સાથે રહીને હંમેશા જીવનમાં આગળ વધતું રહેવાની જરૂરથી પ્રેરણા આપે છે. એકવાર સ્ટેન્લી દ્વારા રચાયેલ દરેક સુપરહીરોનું મુવીઝ જરૂરથી જોવા જોઈએ.

આભાર

દર્શાલી સોની