Open Season 3

open season 3 by darshali soni.jpg

સામાન્ય રીતે એવું માની લેવામાં આવે છે કે એનીમેટેડ હોલીવુડ મુવીઝ તો બાળકોના મનોરંજન માટે હોય છે. તેને વળી મોટેરાઓ જોઇને શું કરશે? સાથોસાથ એવું પણ માનવામાં આવતું હોય છે કે આ પ્રકારના મુવીમાંથી કઈ શીખવાનું નથી હોતું માત્ર મનોરંજન જ હોય છે. જો કે આ વાત પણ સાચી નથી. ઓપન સીઝન મુવીમાં અત્યાર સુધીમાં ૩ ભાગ બનેલા છે. દરેક ભાગમાં મસ્ત મજાની મિત્રતાથી માંડીને બધા જ પ્રકારના એડવેન્ચર તમને જોવા મળશે.

મુવીના પાત્રોની વાત કરીએ તો ગીઝ્લી એક ભાલું અને તેનો પરમ મિત્ર ઈલીએટની જુગલબાંધીમાં જ મુવીના બધા ભાગ વણાયેલા છે. મુવીના બીજા ભાગની વાત કરું તો તેમાં ઈલીએટના લગ્ન તેને ગમતી હરણી સાથે થઇ જાય છે અને તેઓના ઘણા બાળકો પણ હોય છે. હા, આવા મુવીઝમાં કલ્પનાશક્તિ પર કોઈ લગામ નથી હોતી. ઈલીએટ અને તેનું લગ્નજીવન માનવીઓનું લગ્નજીવન જેવું હોય છે તેના જેવું જ મુવીમાં પણ દેખાડવામાં આવ્યું છે. લગ્ન પછી ઈલીએટ અને ગીઝ્લીની મિત્રતામાં બદલાવ આવે છે. તેઓ પહેલાની જેમ સાથે સમય વિતાવી શકતા નથી અને મોજમજા કરી શકતા નથી. તેથી ગીઝ્લી તેના જંગલના જીવનથી કંટાળી ગયો છે. તેથી તે એક સર્કસમાં જવાનું નક્કી કરે છે. ત્યાં તેને તેના જેવો જ એક ભાલું મળે છે. તે ભાલું ગીઝ્લી જેવું જંગલ જીવન જીવવા માંગતો હોય છે. જેમાં તેણે સર્કસની જીહજુરી ન જીવવી પડે. તેથી બંને ભાલું એકબીજા સાથે ડીલ કરે છે અને એકબીજાનું જીવન બદલાવી નાખે છે.

જયારે તે સર્કસવાળો ભાલું જંગલમાં જાય છે ત્યારે થોડા સમયમાં જ બધાને ખબર પડી જાય છે કે તે ગીઝ્લી નથી. પછી કઈ રીતે એલીએટ અને તેના મિત્રો ભેગા થઈને રશિયાના સર્કસમાંથી ગીઝ્લીને પાછો લાવે છે, કઈ રીતે તેઓને એકબીજાની મિત્રતા અને એકબીજાને જે પોતાનું જીવન મળ્યું છે તેનું મહત્વ સમજાય છે તેની વાત આ મુવીમાં કરેલ છે.

આ મુવી ૨૦૧૦માં રીલીઝ થયું હતું. જો કે મુવીના દરેક પાત્ર પોતાની જગ્યાએ ઉત્તમ વ્યક્તિત્વ ધરાવે છે. ભાલું કે જે હંમેશા સ્વતંત્ર જીવન જીવવા માંગે છે તે એલીએટ જેવો મિત્ર બનાવી શકે છે જેને તે શરૂઆતમાં સૌથી વધુ નફરત કરતો હતો. તેની સામે એલીએટ એક જવાબદારી વગર પોતાની જ મોજમાં જીવવાવાળો, આખો દિવસ બોલ બોલ કરીને લોકોને હેરાન કરતો અને આ જ પાત્ર જેમ જેમ મુવીના અન્ય ભાગ આવતા જાય છે તેમ તેમ વધુ ને વધુ નિખરે છે. તે એક પિતા બને છે,પતિ બને છે, અને પોતાના મિત્રને બચાવીને એક ઉત્તમ મિત્ર પણ બને છે.

આ મુવીમાં અન્ય ઘણા પાત્રો છે જે મજેદાર છે. મુવીના દરેક ભાગમાં મિત્રતા અને સારા સંબંધોનું મહત્વ શું છે તે તમને શીખવા મળશે. મુવીમાં અવાજ આપનાર અભિનેતાઓએ પણ ઉત્તમ અભિનય કર્યો છે. જેમ કે ગીઝ્લીનો અવાજ પ્રખ્યાત અભિનેતા મેથ્યુ જે મુને નિભાવેલ છે અને એલીએટનો અવાજ મેડી ટેયલરે આપેલ છે. જયારે એલીએટની પત્ની ગીઝેલનો અવાજ મેલીસાએ આપેલ છે. કોઈવાર હળવું મુવી જોવાની ઈચ્છા થાય ત્યારે આ મુવીના બધા જ ભાગ જરૂરથી જોવા જોઈએ.

કારણ કે ઘણીવાર બાળકોના મુવી જોઇને બાળકો જેવા બની જવાથી જીવન થોડું હળવું લાગશે અને જીવવાની પણ મજા આવશે. તેથી આ વખતે જયારે નેટફ્લીક્સ પર મુવી સિલેક્ટ કરવાની વાત આવે ત્યારે તમારા બાળકોની પસંદગીનીસ સાથોસાથ તમારી પસંદગીને પણ મહત્વ આપજો અને આવા એનીમેટેડ મુવી જોવા માટે પણ સમય કાઢજો. જેમાં ઘણીવાર ઘણી સુંદર વાતો શીખી જવા મળતી હોય છે.