How to train your dragon

how_to_train_your_dragon by darshali soni.jpg

હાઉ ટુ ટ્રેઈન યોર ડ્રેગન જીવનના દરેક પાસા આવરી લેતી કહાની

એક બર્ક નામનો આઈલેન્ડ હોય છે. તે આઈલેન્ડમાં એક નાનકડું એવું ગામડું હોય છે. આ ગામડામાં રહે છે – વાય્કીંગસ. આ વાય્કીંગસના સરદાર એટલે સ્ટોઈક. બધા વાય્કીંગસ ભેગા મળીને ડ્રેગનથી પોતાના ગામડાને બચાવે. બહાદુરી તો જાણે આ બધાના લોહીમાં. તેઓએ ભેગા મળીને અનેક ડ્રેગન્સને માત આપી પરંતુ એક “નાઈટ ફ્યુરી” નામના ડ્રેગનને કોઈ મારી શકતું નહિ.

આ બધાની વચ્ચે સ્ટોઈકનો તોફાની અને બધાથી અલગ દીકરો એટલે હિકપ. આમ તો આ મુવીમાં બહુ જ સરળ સ્ટોરીલાઈન છે – એક સરદાર, એક તોફાની દીકરો, એક પ્રજા, એક દુશ્મન એટલે કે ડ્રેગન્સ અને સરદારની પત્ની મૃત. વાર્તાને આગળ વધારીએ તો સ્ટોઈકને એમ હતું કે તેનો દીકરો હિકપ ક્યારેય બાકી બધા વાય્કીંગસ જેટલો બહાદુર નહિ બની શકે. પરંતુ વાર્તાનું ટ્વિસ્ટ તો ત્યાં આવે છે જયારે હિકપની મિત્રતા એક ડ્રેગન સાથે થાય છે. તેમજ આ ડ્રેગન “નાઈટ ફ્યુરી” હોય છે. જે સૌથી વધુ ભયાનક છે. તેમજ કોઈપણ વાય્કીંગસ હજુ સુધી તેને મારી શક્યા નથી.

મુવીમાં ગર્લફ્રેન્ડ પણ છે – એસ્ટ્રિડ. હિકપની તોફાની અને ખુબ જ હોશિયાર ગર્લફ્રેન્ડ એટલે એસ્ટ્રિડ. આ મુવીમાં દરેક પાત્ર જીવનના એક એક પાસા સમજાવે છે. તો શરુ કરીએ?

સ્ટોઈક હિકપ  (પિતા અને પુત્ર)

માતા વગરના પુત્રને મોટો કરવો. પુત્ર બધાથી અલગ હોય. પિતા ગામના સરદાર હોય. પુત્ર પાસેથી કોઈ જ આશા ન હોય. અંતમાં પુત્ર કંઇક અલગ જ પરાક્રમ કરે અને પિતાને તેના પર ગર્વ થાય – આવી કંઇક કહાની એટલે હાઉ ટુ ટ્રેઈન યોર ડ્રેગન. સ્ટોઈક હિકપને ડ્રેગન્સ સામે કઈ રીતે લડત આપવી અને કઈ રીતે પોતાનું રક્ષણ કરવું તે શીખવાડવા માંગતા હતા. મુવીના અંત સુધી પિતા અને પુત્રના ઝગડા ચાલતા જ રહે છે. સ્ટોઈક માટે ડ્રેગન એટલે દુશ્મન અને હિકપ માટે ડ્રેગન એટલે મિત્ર. અંતમાં શું સ્ટોઈક નાઈટ ફ્યુરી અને હિકપની મિત્રતા સમજી શકે છે? શું સ્ટોઈકને હિકપની બહાદુરી પર ગર્વ થાય છે?

 એસ્ટ્રિડ અને હિકપ (પ્રેમ)

પ્રેમપ્રકરણ વગર તો મુવી ક્યાં લોકોને ગમે જ છે? તોફાની, ચંચલ અને સુંદર એસ્ટ્રિડ અને બધાથી અલગ હિકપ શરૂઆતમાં એકબીજા સાથે ઝગડે જ રાખે છે. સમય જતા બંને વચ્ચે પ્રેમ અને ત્યારબાદ હિકપની દરેક મુશ્કેલીમાં એસ્ટ્રિડનો સાથ. બસ આવી જ કંઇક પ્રેમકહાની છે બંનેની. હા, આ મુવીમાં શરૂઆતમાં પ્રેમ પહેલા ઈર્ષા અને હરીફાઈ સંબંધોમાં શું અસર લાવે છે તે પણ તમે જોઈ શકશો.

૩ ગોબર અને સ્ટોઈક (મિત્રતા)

દરેક રાજાનો એક પ્રિય મિત્ર હોય છે. તે જ રીતે સ્ટોઈકનો પરમ મિત્ર એટલે ગોબર. સ્ટોઈક સાથે દરેક લડતમાં પણ સાથ આપે અને હિકપનું પણ પોતાના દીકરા જેટલું જ ધ્યાન રાખે. જીવનમાં આવા વફાદાર મિત્રોનું ખુબ જ મહત્વ હોય છે. એકવાર ગોબર જ હિકપને સમજાવતા કહે છે કે, “Stop trying to be someone you are not”. ગોબર અને સ્ટોઈકની જોડી તમને મિત્રતાનું મહત્વ શીખવશે.

૪ હિકપ અને નાઇટ ફ્યુરી (Something unexpected)

 નાઇટ ફ્યુરી એક ડ્રેગન છે જયારે બધા જ લોકો તેનાથી ડરે છે ત્યારે હિકપ તેનો મિત્ર બને છે. માનવીની જેમ દરેક પ્રાણીમાં પણ સમજશક્તિ હોય છે. નાઇટ ફ્યુરી એક ડેન્જર ડ્રેગન હોવા છતાં કઈ રીતે તે હિકપની રક્ષા કરે છે અને તેની હિકપ પ્રત્યેની વફાદારી એટલે “હાઉ ટુ ટ્રેઈન યોર ડ્રેગન”. 

૫ હિકપ (પોતાની જાતને ઓળખો)

આ મુવીનો હીરો એટલે હિકપ. હા, તે બધાથી અલગ હતો. તેનો બેસ્ટફ્રેન્ડ એક ડ્રેગન હતો. તેના પિતાને તેના પર ગર્વ નહોતો. હિકપ બધા વાય્કીંગસ જેવો બનવાનો પ્રયત્ન કરતો હતો. એટલે હિકપ પોતાની જ એક સેલ્ફ જર્ની પર હતો. શરૂઆતમાં તો તે પોતાની જાતને સ્વીકારતો જ નથી. પોતાના અલગપણાને તે સ્વીકારતો નથી. સમય જતા લોકો તેની ડ્રેગનને ટ્રેઈન કરવાની આવડતથી પ્રભાવિત થાય છે. સમય જતા તેના પિતા પણ હિકપ જેવો છે તેવો જ સ્વીકારી લે છે. આ મુવીમાં હિકપના જીવનના દરેક પાસાઓ દેખાડેલા છે. – ગીલ્ટ, કોમ્પિટિશન, ફ્રેન્ડશીપ, ફેમીલી, લવ.

“હાઉ ટુ ટ્રેઈન યોર ડ્રેગન” મુવી ખુબ જ સરળ મુવી છે. બહુ મગજ ચલાવવાનું નથી. આમ છતાં આ મુવી જીવનમાં અનેક લાગણીઓનું શું મહત્વ છે તે સુંદર રીતે સમજાવે છે. “હાઉ ટુ ટ્રેઈન યોર ડ્રેગન” મુવી તમને “હાઉ ટુ ટ્રેઈન યોર લાઈફ” શીખવાડશે. આમ તો મુવી જોવા માટેનો તમારો દ્રષ્ટિકોણ શું છે તેના પરથી જ કોઈ મૂવીની મજા લઇ શકાય. ઓલ ધ બેસ્ટ.

આભાર
દર્શાલી સોની