Eat Pray Love

eat pray love by darshali soni.jpg

પોતાની જાતને શોધવાની મુસાફરી એટલે – “ઈટ,પ્રે,લવ

આજના યુગમાં લોકોને શીખવું તો ઘણું હોય છે પણ સમય નથી હોતો અને સાથોસાથ ઈંગ્લીશ ભાષા તેના માટે એક પડકાર બની ગઈ છે. “મુવી ટોક” એટલે કોઈ એક સારા ઈંગ્લીશ મૂવીની ગુજરાતી તમારી પોતીકી ભાષામાં રજૂઆત. તે મૂવીની વાર્તા, તેમાંથી શીખવા મળતા જીવન,કરિયર અને સમાજને લગતા પાઠો પણ આવરી લેવામાં આવે છે. આ કોઈ મૂવીની ટીકા કે સારી બાબત જ તેવું નથી. આ “મુવી રીવ્યુ” કે “મુવી પ્રોમોશન” પણ નથી. અહી માત્ર એક જ્ઞાન ફેલાવવાની ભાવનાથી અનુભવ શેર કરવાની વાત છે.

તો ચાલો આજે જ એક એવા મુવી વિશે જાણીએ જેમાં પોતાની જાતને શોધવાની, સમજવાની અને અપનાવવાની વાત છે. આ મૂવીનું નામ છે. "EAT.PRAY.LOVE"  હોલીવુડની અત્યંત પ્રખ્યાત નાયિકા જુલિયા રોબર્ટ્સ તેમાં મુખ્ય પાત્ર તરીકે છે. ખરેખર આ મુવી એક બુક પરથી બનેલું છે. જે બુકનું નામ પણ "EAT.PREY.LOVE" છે અને તેની લેખિકા એલિઝાબેથ ગિલ્બર્ટ. આ બુક ૨૦૦૬માં પબ્લીશ થઇ હતી. આથી ૨૦૧૦માં તેના પર મુવી બનાવામાં આવ્યું. આ મુવી લેખિકાના જીવન પરથી જ બન્યું છે. એ મુજબ તે ખુબ જ સફળ લેખક હોય છે.તેના જીવનમાં શરુ થાય છે:


 

ફેઝ નંબર :

ઈટ EAT – ITALY

પ્રથમ લગ્નજીવનમાં ડિવોર્સ અને એક ટૂંકા સમયના લવ અફેર પછી એલિઝાબેથ એક નવો જ નિર્ણય લે છે. અહીથી ખરી વાર્તા શરુ થાય છે. લીઝ (લેખિકાનું બીજું ટૂંકું નામ) એવો નિર્ણય લે છે કે તે હવે – તે ૩ ‘I’ – ITALY,INDIA & INDONESIA  આ ત્રણ જગ્યાની ટીકીટ ખરીદશે. તે તેનું આખું વર્ષ આ ત્રણ જગ્યાએ જઈને વિતાવશે તેવું તે નક્કી કરે છે. સૌથી પહેલા તે ઇટલી જાય છે. કારણ કે ઇટલી ફૂડ માટે સૌથી વધુ પ્રખ્યાત છે. તેમજ લીઝ પણ નવી નવી વાનગીની ખુબ જ શોખીન છે. પીઝા, નવા મિત્રો અને નવી જગ્યા તેને અલગ જ પ્રકારનું હિલીંગ અને શાંતિ આપે  છે.

પ્રે – PRAY – INDIA

આધ્યાત્મિક રીતે હિલ થવા માટે તેના બોયફ્રેન્ડ ડેવિડએ કહેલા આશ્રમમાં તે જાય છે. આ આશ્રમનું નામ હરિમંદિર આશ્રમ છે જે ગુણગાવમાં આવેલો છે.  ત્યાં તે રીચાર્ડ નામના વ્યક્તિને મળે છે. જે તેને જીવનના ઘણા પાઠ સમજાવે છે જેમ કે – બીજાને માફ કરવાની સાથોસાથ પોતાની જાતને પણ માફ કરવી.

લવ – LOVE – BALI

વર્ષના અંતે લીઝ “કેતુત”ને મળવા અને તેની પાસે મેડીટેશન શીખવા બાલી જાય છે. ત્યાં તે ફીલીપેને મળે છે જે ઈમ્પોર્ટ – એક્ષ્પોર્ટનું કામ કરે છે. તે બંને ડીવોર્શી હોવાથી એકબીજાના પ્રેમમાં પડે છે. પરંતુ બંને ફરીવાર પ્રેમ તૂટી જશે અથવા તો ગુમાવી દેશે તે ડરથી પ્રેમ કરતા અટકે છે. આમ છતાં ફીલીપે ફરીથી પ્રેમમાં વિશ્વાસ મુકે છે અને લીઝને પોતાના દિલની વાત કરે છે. પણ લીઝ પ્રેમથી ડરે છે. અંતમાં તો બંને સાથે હેપી એન્ડીંગની જેમ રાજીખુશીથી રહે છે.

હા, તો તમને એવું લાગતું હશે કે આખી વાર્તા સરખી બધું જ ના કીધું. કારણ કે મુવી માત્ર સાંભળવાનું ના હોય. એકવાર તમે આ મુવીને ગુજરાતીમાં સમજી લીધા બાદ જોશો તો વધુ સારી રીતે સમજી અને માણી શકશો. તમને પ્રશ્ન થશે કે આ મુવી જ શું કામ? તેમાંથી શું શીખવાનું છે? ચાલો જાણીએ:

દોલ્સે ફાર નીયાન્તે” – કઈ જ ના કરવાની મઝા.

આપણે શાંતિથી બેસી નથી શકતા. જિંદગીને માણી નથી શકતા. સતત કોઈ ઈચ્છાઓ પાછળ દોડે રાખીએ છીએ. ઇટલીમાં લીઝ આ શબ્દ શીખે છે અને જિંદગીને ખરા અર્થમાં માણે છે.

બાય ઈટ ફોર યોરસેલ્ફ” – તમારી જાત માટે ખરીદો

મોટા ભાગે આપણે બધું બીજા માટે કરી છીએ. આપણા અંગત વ્યક્તિઓને ગમે તે ખરીદીએ, તેવા જ કપડા પહેરીએ,તેને ગમતું બધું કરીએ. હકીકતમાં આપણી જાતને પ્રેમ કરવો અને કોઈ કામ કે કોઈ ખરીદી આપણા પોતાના સંતોષ માટે કરવી તે પણ જીવનમાં જરૂરી છે. મુવીમાં લીઝ પોતાના માટે નવા કપડા ખરીદે છે.

રુઇન ઈઝ ગીફ્ટ” – વિનાશ થવાથી જ કંઇક નવું સર્જન થાય છે.

ઘણીવાર આપણે એકધારી અને ચોક્કસ પ્રકારના જીવનથી એટલા ટેવાઈ જાય છીએ કે આપણે અચાનક અને અણધાર્યું સહન નથી કરી શકતા. હકીકતમાં એકવાર પડશો તો જ બીજીવાર ઉભા થતા શીખશો. એકવાર બધું નાશ પામશે તો જ બીજીવાર નવું સર્જન થશે.

૪ સરન્ડર સમર્પિત થવું

આપણે આપણા મગજના લોજીક અને માન્યતાઓમાં એટલા ફસાયેલા હોય કે આપણે ભગવાન પર વિશ્વાસ જ નથી રાખતા. ભગવાન તો શું કોઈ વ્યક્તિને પણ સમર્પિત નથી થતા. એકવાર બધું હાલ પર છોડી દો. બહુ વધારે પ્રયત્ન ના કરો. વિશ્વાસ રાખો.

૫ બેલેન્સ

માત્ર મગજથી પણ નથી જીવાતું. માત્ર દિલથી પણ નથી જીવાતું. બંનેનો સમન્વય અને બંનેનું બેલેન્સ ખુબ જ જરૂરી છે. બહુ દુર પણ નહિ અને બહુ નજીક પણ નહિ. કંઇક આવું જીવનમાં શીખવાનું છે.

૬ એક્સેપટન્સ સ્વીકારવું

પોતાની જાતને સ્વીકારવી, પોતાની ભૂલોને સ્વીકારવી, જીવનમાં આવતા દરેક લોકોને એક ગુરુ તરીકે જોવા, બધા પ્રત્યે પ્રેમ રાખવો, ભગવાન અને જીવન પર વિશ્વાસ રાખવો અને સત્યને શોધતું રહેવું. -  આવી કંઇક ફિલોસોફી લીઝ અંતમાં આપે છે.

૭ અત્રવરસીયામો

આ મુવીનો સૌથી વધુ પ્રખ્યાત અને ઉપયોગી શબ્દ. જેનો અર્થ છે: “LET’S CROSS OVER”  એટલે કે ભૂતકાળની બધી ભૂલોને ભૂલી જાવ. શું થઇ શક્યું હોત એવું પણ ન વિચારો. હવે શું કરવું છે અને શું કરશો એ વિચારો. તેમજ આ જીવનરૂપી હોડીને સાથે મળી એક કિનારેથી બીજે કિનારે લઇ જાવ જ્યાં ખુશી છે.

 

તમે જયારે આ મુવી જોશો ત્યારે હજુ ઘણા નવા પાઠો શીખશો. તમે જીવનમાં કોઈપણ ઉમરના હોવ, કોઈપણ લેવલે સફળ કે નિષ્ફળ હોવ – એકવાર આ મુવી જોઈ કેટલાક જીવનમંત્રો શીખી તો લેવાય જ. એક સ્ત્રી તરીકે પોતાની જાતને બીજા માટે જીવવા માટે ખોઈ દેવી તેના કરતા પોતાનો જ એક નવો રસ્તો કંડારવો તેનાથી વધુ ઉતમ શું હોઈ શકે?તમારા અનુભવો શેર કરી શકો છો.

વધુ માહિતી માટે:

દર્શાલી સોની