શું તમે કિંમત ચૂકવવા તૈયાર છો?

price.jpg

સફળતા કઈ હાથવગી નથી. જાદુઈ ચિરાગ પાસે સફળતા માંગો અને સફળતા મળી જાય તેટલું સહેલું જીવન નથી. સફળ બનવા માટે અને વર્લ્ડ ક્લાસ ચેમ્પિયન્સ બનવા માટે ખૂબ મહેનત કરવી પડે છે. એવરેજ લોકોને લાગે છે કે ચેમ્પિયન્સ તો રાતોરાત સફળ થઇ ગયા છે. હકીકતમાં આ વાત તદન ખોટી છે. એવરેજ લોકો એવું માને છે કે ચેમ્પિયન્સ નસીબદાર હોય છે તેથી તેઓ સફળ છે. એવરેજ લોકો પાસે બીજું કોઈ તર્ક નથી તેથી તેઓ આવી બેતુકી વાતો પર વિશ્વાસ મૂકી દે છે.

હકીકતમાં ચેમ્પિયન્સ સફળ થવા માટે બહુ મોટી કિંમત ચુકવે છે. એવરેજ લોકો સમય અને કામનું આયોજન કરવામાં જ સમય વ્યતિત કરી દે છે. તેઓ ખરેખર કામ કરવાનું શરુ કરતા નથી. આ સમયે ચેમ્પિયન્સ કામ કરતા હોય છે. તેઓ સફળતા માટે કોઇપણ કિંમત ચુકવવા તૈયાર હોય છે. મિડલ ક્લાસ લોકો સફળતાનો શોર્ટકટ શોધવા નીકળી પડે છે. સફળતાનો કોઈ શોર્ટકટ નથી. ખંત અને લગનથી કરેલી મહેનત જ સફળતા અપાવે છે. હા, એવું પણ નથી કે તમે તમારા જીવનની કોઈ મોટી કિંમત ચૂકવી દેશો તો પણ તમે સફળ થઇ જ જશો. સફળ થવા માટે અનેક સંઘર્ષ અને દુઃખદ પરિસ્થિતિમાંથી પસાર થવું પડે છે. અનેક મુશ્કેલીઓનો દ્રઢતાથી સામનો કરવો પડે છે.

જીવનભર કઈ ન કર્યાનો અફસોસ રહી જાય તેના કરતા ગમે તેવી કિંમત ચૂકવીને પણ એકવાર સફળતાનો સ્વાદ ચાખી જ લેવાય. બુધ્ધીશાળી લોકો જાણે છે કે અફસોસ કરતા સફળતાની કિંમત ચૂકવી દેવી વધુ વ્યાજબી છે. બાકી અફસોસ તો તમારા મનને જીવનભર ખાયે રાખશે અને એ સમયે સફળ થવા માટેનો સમય પણ ચાલ્યો ગયો હશે. સફળતા પેલા ટોલનાકા જેવી છે. અત્યારે કિંમત ચૂકવો કે પછી ચૂકવો - સફળતા માટે કિંમત તો ચૂકવવી જ પડશે. તમને ખબર જ છે કે આવા સંજોગોમાં મહાન લોકો કયો નિર્ણય લેવાનું પસંદ કરશે.

ફૂડ ફોર થોટ

નીચેનો પ્રશ્ન તમારી જાતને પૂછો:

"મારી હાલની પ્રવૃતિઓ, આદતો અને વર્તન - તાત્કાલિક મળતી ખૂશી માટેના હવાતિયા છે કે પછી હું સફળતા મેળવવા માટે પૂરતી ધીરજ ધરાવું છું?" જો તમારો જવાબ તાત્કાલિક મળતી ખૂશી અને સફળતાના હવાતિયા હોય તો તમે ૯૫% લોકો કે જે સામાન્ય વિચારસરણી ધરાવે છે - તે કેટેગરીના વ્યક્તિ છો. હતાશ ન થાવ. જો તમે તમારી આદતો અને માનસિકતા બદલવા માંગતા હો તો તમારા વિચારો અને આદતો બદલો.  તાત્કાલિક સફળતાને બદલે લાંબાગાળે મળતી સફળતા પર ભરોસો રાખો. નાની નાની પ્રવૃતિઓથી પણ ખુશ થતા શીખો. એવા ધ્યેય અને કામ પર ધ્યાન આપો કે જે તમને લાંબાગાળા સુધી ખૂશી અને સંતોષ આપે. થોડા સમયની સફળતા કરતા લાંબાગાળાની સફળતા વધુ સારી.