વ્યક્તિત્વ વિકાસને વધુ મહત્વ શા માટે આપવું?

personalities.jpg

વ્યક્તિત્વ વિકાસને વધુ મહત્વ શા માટે આપવું?

એવરેજ લોકો વ્યક્તિત્વ વિકાસ પર પૂરતું ધ્યાન આપતા નથી. તેઓને તમે વ્યક્તિત્વ વિકાસનું પુસ્તક વાંચવાનું કહેશો કે વિડીયો કે ઓડિયો સાંભળવાનું કહેશો તો પણ તેઓ તમારી વાત નહિ માને.  અમેરિકાની વસ્તીના ૫% લોકો જ એવા છે કે જે વ્યક્તિત્વ વિકાસના કન્સેપ્ટને સમજે છે અને પૂરતું મહત્વ પણ આપે છે. અમારા રીસર્ચ મુજબ એ પણ તારણ આવ્યું કે હકીકતમાં આ ૫% લોકો જ ચેમ્પિયન્સની કેટેગરીમાં આવતા હોય છે.

એવરેજ લોકો માટે વ્યક્તિત્વ વિકાસના સેમીનાર, મોટીવેશનલ સેમીનાર, પુસ્તકો અને અન્ય સાધનો વાહિયાત હોય છે. તેઓ વ્યક્તિત્વ વિકાસની મહત્વતા જ સમજતા નથી. મોટાભાગના લોકો રોજબરોજની પ્રવૃતિઓમાં જ એટલા વ્યસ્ત હોય છે કે તેઓ પોતાની જાતના વિકાસ માટે સમય જ નથી ફાળવતા. જયારે વર્લ્ડ ક્લાસ લોકો ગમે તેવા વ્યસ્ત વાતાવરણમાં પણ પોતાનો વિકાસ થાય તે માટે જરૂરી પ્રવૃત્તિ શીખવા સમય કાઢી જ લે છે. તેના માટે વ્યક્તિત્વ વિકાસનું આગવું મહત્વ છે.

તમારે ચેમ્પિયન્સને જીતવા માટે પ્રોત્સાહન નહિ આપવું પડે. તેઓ પોતાની જાતને સતત પ્રોત્સાહન આપતા જ રહે છે. તમને એવો પ્રશ્ન થાય કે હકીકતમાં વ્યક્તિત્વ વિકાસ એટલે શું? - વ્યક્તિત્વ વિકાસ એટલે પોતાના ટેલેન્ટ અને આવડતને ઓળખવું. મહાન લોકો હંમેશા એવી ટેકનીક, સ્ટ્રેટેજી કે વિચારસરણીની શોધમાં હોય છે જેથી તેઓ પોતાના હરીફથી આગળ વધી શકે. વ્યક્તિત્વ વિકાસ દ્વારા તેઓ પોતાની જાતને વધુને વધુ ઓળખે છે અને પોતાની જાતને વિકસાવે પણ છે.

બીલ ગોવનો એક વિચાર ખૂબ જ પ્રખ્યાત છે - 

"આપણા જીવનને વધુ સુંદર બનાવવા માટે આપણી અંદર બધી જ આવડત રહેલી છે. વ્યક્તિત્વ વિકાસ અને પોતાની જાતમાં જરૂરી સુધારા લાવવા તે બંને અલગ અલગ બાબત છે. વ્યક્તિત્વ વિકાસ એટલે પોતાની જાતને શોધવી અને પોતાની જાતને ઓળખવી. આપણને જે ખબર જ છે તેને વધુ ઊંડાણપૂર્વક ઓળખવું અને સમજવું. પોતાની જાતને મળવું. પોતાની આવડતથી વાકેફ થવું."

ફૂડ ફોર થોટ

આવતા બાર મહિનામાં તમારો વ્યક્તિત્વ વિકાસ થાય તેવા દરેક સેમીનાર  અને વર્કશોપમાં જવાનું નક્કી કરો. દરરોજ તમારા ગમતા કોઇપણ વક્તાને સાંભળવાનું રૂટીન શરુ કરો. આવતા બાર મહિના સુધી એવો ધ્યેય નક્કી કરો કે તમે દર મહીને એક પુસ્તક તો વાંચશો જ. વ્યક્તિત્વ વિકાસ માટે પૂરતું આયોજન કરો. તમને અદભુત પરિણામો મળશે જ.