મહાન આઈડીયાઝ જ સફળતાની ચાવી છે

IDEA BY DARSHALI SONI.jfif

તમારા માટે સફળતાની ચાવી કઈ છે? નાણા, મહેનત, સાચી એક્શન, યોગ્ય તકો, સ્વ શિસ્ત? – આ બધા તો ખરા જ પણ સાથોસાથ જો તમારી પાસે ઉત્તમ આઈડિયા નહી હોય તો કામ શેના પર કરશો? સફળતા કેવી રીતે મેળવશો? આજના સિક્રેટમાં તેની જ વાત કરવી છે. એક ચેમ્પિયન માટે આઈડિયા શા માટે મહત્વનો છે? કઈ રીતે ચેમ્પિયન આઈડિયા ટકી સફળતા મેળવે છે? તો શરુ કરીએ?

આઈડિયા અંગેની ખરી માનસિકતા

કોઈપણ ચેમ્પિયનની મિલકત તેના આઈડિયાઝ છે. એક આઈડિયા અનેક લોકોના જીવનને વધુ સારું બનાવવાની તાકાત ધરાવે છે. એવેરેજ લોકો તેના આઈડીયાઝની કિંમત કરતા નથી. તેઓ તેના આઈડિયાઝનું મુલ્ય ઓછું આંકે છે. તેઓને પોતાના આઈડિયાઝ પર જ ભરોસો હોતો નથી. મહાન લોકો જાણે છે કે - જે આઈડિયા થકી લોકોના પ્રશ્નોનો ઉકેલ આવતો હોય તે આઈડિયા ઉત્તમ જ કહેવાય.

જો આઈડિયા ઉત્તમ હશે તો નાણા આપોઆપ આવશે. જેટલો અઘરો પ્રશ્ન તેટલો જ ક્રિએટિવ ઉકેલ. ચેમ્પિયન્સ વર્લ્ડ ક્લાસ લોકોના આઈડિયાઝને સતત સમજતા રહે છે. તેના આઈડિયાઝમાંથી પ્રેરણા લઈને ચેમ્પિયન્સ નવા આઈડીયાઝ ઘડે છે. આ વાત સમજી લો. કોઇપણ આઈડિયા ઉત્તમ હશે તો નાણા મળશે જ. જરૂરી નથી કે એક દિવસમાં મળે. ઘણી વાર ઘણા આઈડિયામાંથી લોકોને નાણા મળે કે પછી પ્રખ્યાતી મળે તેના માટે તોડો સમય લાગે છે. પણ સફળતા જરૂરથી મળે છે.

આઈડિયા કેવો હોવો જોઈએ?

વાસ્તવિકતામાં આઈડિયાના પ્રકાર પાડવાનો કોઈ મતલબ નથી. કારણ કે કોઈપણ આઈડિયા નાનો કે મોટો નથી હોતો. દરેક આઈડિયાનો આદર કરવો જોઈએ. ચેમ્પિયન્સ સતત ક્રિટિકલ થીંકીંગ કરતા રહે છે. એવેરેજ લોકો કોઈપણ આઈડિયા પર પૂરતું કામ કરતા નથી. તેઓ આઈડિયાને સંપૂર્ણ રીતે ચકાસ્યા વગર જ નકારી કાઢે છે.

એવેરેજ લોકો કઈ રીતે અલગ પડી જાય છે?

એવરેજ લોકો જયારે કોઈ મુશ્કેલી અનુભવે ત્યારે બીજા લોકોની મદદ માંગવા જાય છે. જયારે ચેમ્પિયન્સ શાંત ચિતે પોતાના મગજને સાંભળે છે અને ઉત્તમ ઉકેલ શોધી કાઢે છે. તેઓ  દરેક આઈડિયાને સ્વીકારે છે અને તેના પર પૂરતું કામ પણ કરે છે. ચેમ્પિયન્સ એક સરળ આઈડિયાને ઉત્તમ આઈડિયામાં પરિવર્તિત કરવાની ક્ષમતા ધરાવે છે. તમે પણ આ ક્ષમતા કેળવી શકો છો. તેના માટે જ્ઞાન જરૂરી છે, મહેનત કરવી જરૂરી છે, પોતાના આઈડિયામાં વિશ્વાસ હોવો જરૂરી છે.

એવરેજ લોકો જયારે કોઈ નાણાની સમસ્યા અનુભવે ત્યારે હાંફળા ફાફડા બનીને લોકોની મદદ માટે ભાગાભાગી કરવા લાગે છે. જયારે ચેમ્પિયન્સ તેના વિચારો અને લાગણીઓ પર ધ્યાન આપીને બુદ્ધીપૂર્વકનો ઉકેલ શોધે છે. તેઓ ઝડપથી નાણા કઈ રીતે ઉભા કરી શકાય તેના પર ધ્યાન આપે છે. મોટાભાગના લોકો માત્ર આઈડિયાઝની વાતો કરે છે.

ચેમ્પિયન કઈ રીતે અલગ પડી જાય છે?

 જયારે ચેમ્પિયન્સને તેના આઈડિયા પર પૂરો ભરોસો હોય છે. તેઓ આઈડિયાનો અમલ પણ કરે છે. તેઓ કોઈપણ જાતના ખચકાટ વગર તેના આઈડિયા પર કામ કરવા લાગે છે. તમારા કોઇપણ આઈડિયાને નકામો ન માનો. તેના પર કામ કરો. તે આઈડિયાનું વિશ્લેષણ કરો. તેનાથી તમને શું ફાયદો થશે, દુનિયાને શું ફાયદો થશે તે વિચારો. તમે તે આઈડિયા શા માટે અમલમાં મૂકવા માંગો છો તે પણ વિચારો. પછી જ તેનો અમલ કરો.

ફૂડ ફોર થોટ

તમારા આઈડિયાઝને તમારા બાળકો જેટલું મહત્વ આપો. તમારા આઈડીયાઝ તમારા બાળકો જ છે તેમ માનો. તમારા બાળકનું તમે જે રીતે જતન કરો અને તેને ઉત્તમ બનાવો તે જ રીતે તમારા આઈડિયાઝમાં જીવ રેડીને તેને પણ ઉત્તમ બનાવો.