ભૂલો તમારી મિલકત છે કે દેવું?

mistake.jpg

તમે ભૂલો વિશે શું વિચારો છો? ભૂલો કરવી જોઈએ? કે પછી ભૂલો ન થાય તેવા જ સતત પ્રયત્નો કરવા જોઈએ? તમારો ભૂલો માટેનો દ્રષ્ટીકોણ કેવો છે અને કેવો હોવો જોઈએ તેની વાત આ સિક્રેટમાં કરવી છે. 

તમારું વ્યક્તિગત જીવન હોય કે કારકિર્દી - ભૂલો વિશે તમારો ખરો વિચાર હોવો જરૂરી છે.  જો કે મોટાભાગના લોકો તો એવું જ કહેશે કે ભૂલોમાંથી શીખવું જોઈએ. ભૂલોને સ્વીકારવી જોઈએ. - આવા વર્ષોથી ચાલ્યા આવતા અનેક વિચારો ભૂલો માટે રજૂ કરવામાં આવશે. પણ ખરા અર્થમાં લોકો આ વિચારોને અપનાવે છે ખરા? તે વિચારવા જેવી વાત છે. 

એવરેજ વિચારસરણી કેવી હોય છે?

નવશિખીયા લીડર્સ માટે કોઈ ભૂલ થવી એ મોટામાંમોટી નિષ્ફળતા છે. અનેક કંપનીઓમાં કર્મચારીઓ પોતાની ભૂલ કબૂલતા ડરે છે. તેથી જ વર્ષના અંતે અનેક કંપનીઓ કરોડોની નુકસાની ભોગવે છે. 

ચેમ્પિયન્સ ભૂલો માટે એક અલગ જ દ્રષ્ટિકોણ ધરાવે છે. તેઓ ભૂલોને એક મિલકત તરીકે જુએ છે. તેઓ ભૂલોને યાદ રાખે છે અને ભવિષ્યમાં તે ભૂલો દોહરાવતા નથી. ભૂલ થાય તે કોઈ બહુ મોટી બાબત નથી. પરંતુ તે ભૂલોને ભવિષ્યમાં ફરીથી ન કરવી તે ખૂબ જ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે. મહાન લોકો જાણે છે કે જો ધંધામાં નવી ભૂલો કરતા અટકવું હશે તો નવા નવા આઈડીયાઝ પર તરત જ કામ કરવાનું બંધ કરવું પડશે. કોઇપણ આઈડિયાને પુરેપુરો ચકાસ્યા વગર તેનો અમલ ન કરવો જોઈએ.

ઓર્ગેનાઈઝેશનમાં ભૂલો માટેનો ખરો દ્રષ્ટિકોણ

ચેમ્પિયન્સ ભૂલોથી ભાગતા નથી. તેઓ અજાણ્યા પાણીના દરિયામાં ડૂબકી લગાવતા ડરતા નથી. જો ભૂલો થશે જ નહિ તો ઓર્ગેનાઈઝેશનનો વિકાસ પણ નહિ થાય. જો ઓર્ગેનાઈઝેશનમાં કોઈ ભૂલ જ નહિ થાય તો ખબર કઈ રીતે પડશે કે કયો આઈડિયા ઉત્તમ છે અને કયો આઈડિયા યોગ્ય છે? 

તમે શું કરી શકો?

ચેમ્પિયન્સ ભૂલોનું પણ મેનેજમેન્ટ કરે છે. તેઓ ભૂલો દ્વારા કર્મચારીઓના મનમાંથી નિષ્ફળતાનો ડર કાઢવાનો પ્રયત્ન કરે છે. તેઓ જે કર્મચારી તેની ભૂલ સ્વીકારે તેને સન્માન આપે છે. જો ઓર્ગેનાઈઝેશનના બધા લોકો એકબીજાની ભૂલ શેર કરે તો બની શકે કોઈ એક જ ભૂલ ફરીથી કોઈ બીજા કર્મચારીઓ દ્વારા નહિ થાય.

યોગ્ય વિચારસરણી કઈ છે?

મહાન લીડર્સ જાણે છે કે - આવતા ભવિષ્યમાં એવા જ લોકોની અને ઓર્ગેનાઈઝેશનની જરૂર છે જેઓ બદલાવને સ્વીકારે, નિખાલસ બને અને પોતાની ભૂલોને અને સફળતાને એકબીજા સાથે શેર કરે. તેથી જ મહાન લીડર્સ દરેક કર્મચારીઓને નિખાલસ બનીને પોતાની ભૂલો શેર કરવા માટે પ્રોત્સાહન આપે છે.

ફૂડ ફોર થોટ

તમારી સાથે કામ કરતા કર્મચારીઓને તેની ભૂલો શેર કરવા પ્રોત્સાહન આપો. તેઓ તેની ભૂલો જણાવે ત્યારે તેને કોઈ ઇનામ આપો. તેને હિંમત આપો. જયારે ભૂલોનું મેનેજમેન્ટ કરવાનું આવે ત્યારે તમારી જાતને ૧ થી ૭ નંબરમાં ચકાસો. શું તમે ભૂલોનું મેનેજમેન્ટ ઉત્તમ રીતે કરી શકો છો કે તમે કોઈ ભૂલ વારંવાર કર્યે જ રાખો છો? જો તમારો નંબર ૫થી ઓછો હોય તો તમારી જાતને વચન આપો કે તમે ભૂલો શેર કરવાનો ડર કાઢી નાખશો. તમારો ડર જ તમને ઓર્ગેનાઈઝેશનમાં પાછળ પાડી દેશે. 

હાલમાં જયારે વર્ક ફ્રોમ હોમ એક નવું કલ્ચર લોકોના જીવનનું ભાગ બની રહ્યું છે ત્યારે ભૂલોનું યોગ્ય મેનેજમેન્ટ અને ભૂલોમાંથી શીખવાની આદત જરૂરથી લોકોને નવી દિશા આપશે.