તમે ભવિષ્યની ચિંતા કરો છો?

future.jpg

તમે ભવિષ્યની ચિંતા કરો છો?

મિડલ ક્લાસ લોકો હંમેશા સલામતીની શોધમાં હોય છે. હકીકતમાં સલામતી એ એક ભ્રમ છે. અનેક લોકો મોડી રાત સુધી જાગીને ભવિષ્યની ચિંતા કરતા હોય છે. વર્લ્ડ ક્લાસ લોકો વાસ્તવિકતામાં જીવે છે. તેના મતે બે જ બાબતો સત્ય છે - આપણા બધાનો જન્મ થાય છે અને આપણા બધાનું મૃત્યુ નિશ્ચિત છે. આ બે ઘટના વચ્ચેનો સમય એટલે આપણું જીવન. નવશિખીયા લીડર્સ આ વાસ્તવિકતાથી ભાગે છે. તેઓ આ હકીકતથી ડરી જાય છે. જયારે ચેમ્પિયન્સ તો આ બાબતથી ખુશ થઇ જાય છે. કારણ કે તેના માટે સલામતી જેવો કોઈ કન્સેપ્ટ જ નથી. તેઓ નીડર હોય છે. તેઓ વાસ્તવિકતા સારી હોય કે ખરાબ તેને સ્વીકારી લે છે.

ચેમ્પિયન્સની ખાસિયત જ એ છે કે તેઓ સત્યને સ્વીકારી શકે છે. કોઈપણ ગોળ ગોળ વાતો કર્યા વગર તમે તેઓને કડવું સત્ય કહી દો તો પણ તેઓ સ્વીકારી લે છે. ચેમ્પિયન્સને સત્ય શું છે તે ખ્યાલ આવી જાય ત્યારબાદ તેઓ તે સત્યને આધારે પોતાના કામનું આયોજન કરે છે. નવશિખીયા લીડર્સ સલામતીની શોધમાં ભાગતા રહે છે. તેઓ સલામતીનો ભ્રમ પોતાની જાતને આપવા માંગે છે પરંતુ સજાગ મનથી એ નથી સ્વીકારતા કે સલામતી જેવું કઈ હોતું જ નથી. તેથી જ તેઓ ક્યારેય વર્લ્ડક્લાસ વ્યક્તિ બની શકતા નથી.

ચેમ્પિયન્સ એ વાતથી પ્રોત્સાહિત થાય છે કે સલામતી ન હોય તો કોઈ વાંધો નહિ પરંતુ પોતાની આવડત પર તો ભરોસો છે ને. ચેમ્પિયન્સ પડકારોને આવકારે છે. તેઓને પડકારવાળું જીવન જીવવું ગમે છે. તેઓને યુદ્ધ પછીના ઇનામ કરતા યુદ્ધ રમવામાં વધુ રસ હોય છે. તેઓ હંમેશા હકારાત્મક અપેક્ષાઓ જ રાખે છે તેથી તેઓ હંમેશા જીતે છે. આખા યુનિવર્સમાં તમે સલામતી શોધવા જશો તો પણ તમને સલામતી નહિ મળે. સલામતીની લાગણી તમારા વિચારો થકી જ કેળવી શકાય છે. ચેમ્પિયન્સ જયારે કોઈ પડકારોનો સામનો કરે ત્યારે અનેક શંકાઓ અને મુશ્કેલીઓ આવે છે  ત્યારે તેઓ સલામતીની પાછળ ભગવાને બદલે પડકારોનો સામનો કરે છે.

જો તમે મનથી જ સલામત નહિ અનુભવતા હો તો તમે ગમે તેટલા નાણા કમાઈ લેશો - સલામતીની લાગણી નહિ અનુભવી શકો. તમારે તમારા મનને મક્કમ અને મજબુત બનાવવું પડશે. તમારા જીવનમાં ગમે તેવી પરિસ્થિતિ આવે તો પણ તેને સ્વીકારતા શીખવું પડશે. જોખમોથી ડરવાને બદલે જોખમ ઉઠાવતા શીખો. જીવનમાં સલામતી જેવું કઈ છે જ નહિ તે સ્વીકારતા શીખો.

સલામતીની લાગણી એ એક માનસિકતા છે. તમે ધારો તો કે ટેડી બેરથી પણ સલામત અનુભવી શકો અને કરોડો રૂપિયા હોય તો પણ અસલામત અનુભવી શકો. જો તમે જ સલામત અનુભવવા નહિ માંગતા હો તો ગમે તેવી સિદ્ધિઓ હાંસિલ કરી લેશો, ગમે તેવા ધનવાન બની જશો - તમે સલામત નહિ જ અનુભવો. સલામતી એ એક દ્રષ્ટિકોણ છે. સત્ય નથી. મહાન લોકો આ સત્ય જાણે છે.

ફૂડ ફોર થોટ

તમને તમારી આવડત પર કેટલો ભરોસો છે? તમારા જીવનમાં જે કંઈપણ થાય તેને તમે કેવી રીતે સંભાળશો? - આ પ્રશ્નના જવાબને ૧ થી ૭ના સ્કેલ પર માપો. જો તમારો જવાબ ૬ થી ઓછો હોય તો સેલ્ફ ટોક દ્વારા તમારો આત્મવિશ્વાસ વધારો. ૩૦ દિવસ સુધી સતત તમારી જાતને કહેતા રહો કે તમે જીવનમાં આવતી ગમે તેવી પરિસ્થિતિને સ્વીકારી શકો છો. સમય જતા તમે વર્લ્ડક્લાસ લોકોની જેમ સલામતીનું સત્ય સમજી જશો.