તમે તક ઝડપવામાં પાવરધા ખરા?

opportunity.jfif.crdownload

તમારી જાતને ખોટા ભ્રમમાંથી કાઢવાનો સમય આવી ગયો છે. તેના માટે કેટલાક વિચારોને જડમૂળથી ફેકવા પડશે. તો શરુ કરીએ:

એવરેજ લોકોના વિચારો સાવ બેતુકા હોય છે. તેઓ એવી રાહમાં હોય છે કે કોઈ ઘોડા પર બેસીને આવશે અને કહેશે - "ચાલ હું આવી ગયો છું. હવે તારા બધા જ સપનાઓ પૂરા થશે." તેઓ કોઈ આવીને તેને મદદ કરે અને તક ઉભી કરે તેવી રાહમાં જીવતા હોય છે. તેઓ સપનાની દુનિયામાં ખોવાયેલ રહે છે. જયારે ચેમ્પિયન્સ કોઈ તેના માટે તક ઉભી કરે તેવી રાહ જોતા નથી. તેઓ પોતે જ તકનું સર્જન કરે છે. એવરેજ લોકો તો પેલા કસીનોમાં બેઠેલા જુગારીઓ જેવા હોય છે. ક્યારે લોટરી લાગી જાય તેની રાહ જોતા રહે છે.

જો તમે એકવાર તક ઉભી કરતા શીખી જશો તો અનેક તકો તમારી સામે આવતી જશે. એક સમયે તમારી પાસે અનેક તકો હશે. તેમજ તમે તમારા દરેક સપનાઓ પૂરા પણ કરી શકતા હશો. તમારું જીવન અત્યારે જેવું પણ છે તે માટે તમે જ જવાબદાર છે. તમારે સારું જીવન જોઈતું હોય તો તમારે જ મહેનત કરવી પડશે. કોઈ આવીને જાદુ કરી જાય અને તમે સફળ બની જાવ તેવી કલ્પનામાં જીવતા હો તો ભૂલી જજો કે ક્યારેય સફળ થઇ શકશો.

એવરેજ લોકો સારી તકની રાહ જોયે રાખે છે. જયારે ચેમ્પિયન્સ તક ઝડપી લે છે અને સફળ પણ બને છે. ચેમ્પિયન્સને નિષ્ફળતાનો ડર જ નથી હોતો. તેઓ કોઈ નવી તક સ્વીકારે ત્યારે નિષ્ફળ જાય તો પણ હતાશ થતા નથી. તેઓ માટે કોઈપણ એક તક એક ગેમ જેવી છે. તેઓ રમી લેવામાં જ માને છે. તેઓ ક્યારેય પીછેહઠ કરતા નથી. જો તેઓ એક ગેમ એટલે કે તકમાં નિષ્ફળ જાય તો બીજી તકમાં મન લગાવીને કામ કરવા લાગે છે. તેઓ જ્યાં સુધી પોતાનો ધ્યેય ન હાંસિલ કરી લે ત્યાં સુધી અનેક તકો પર કામ કરતા રહે છે.

નવશિખીયા લીડર્સ નિષ્ફળતાથી ખૂબ જ ડરી જાય છે. તેનામાં ક્યારેય નવી તકો આવકારવાની હિંમત કે આત્મવિશ્વાસ જ નથી હોતો. તેથી તેઓ ક્યારેય વર્લ્ડક્લાસ લેવલે પહોંચી શકતા જ નથી. તેઓ હંમેશા જોખમને ટાળવાનો પ્રયત્ન કરે છે. તે તક ઝડપવાને બદલે વર્તમાન કામમાંથી જ સંતોષ મેળવી લે છે. સુરક્ષિત રીતે કામ કરવું એટલે કે કોઈ જ જોખમ ન હોવું તેવી માનસિકતા માનવીએ ઉભો કરેલો ભ્રમ છે. હકીકતમાં જીવનમાં સુરક્ષા જેવું કઈ હોતું જ નથી. તમારે સતત નવી નવી તકને અપનાવવા માટે જોખમ લેવું જ પડે છે. જેમ ખુશ થવા માટે ઘણી મહેનત કરવી પડે છે તેમ સુરક્ષિત જીવન મેળવવા માટે પણ મહેનત કરવી પડે છે. મહાન લોકો તેના જીવનમાં આવતી દરેક તકને ઝડપે છે. તેઓ ક્યારેય જોખમ કે નિષ્ફળતાથી ડરતા નથી. જયારે નવશીખિયા લીડર્સ ડરી ડરીને જીવન જીવે છે અને અંતમાં કઈ જ પામ્યા વગર મૃત્યુ પામે છે.

ફૂડ ફોર થોટ

એવી પાંચ તકોનું લીસ્ટ બનાવો કે જે તકોથી તમને સૌથી વધુ ફાયદો થવાનો હોય.  આવતી ચોવીસ કલાકમાં આ પાંચ તકોમાંથી કોઈ એક તક માટે કામ કરવાનું શરુ કરી દો. આ નિર્ણય લેતી વખતે તમારા મનમાં અનેક પ્રકારના ભય જન્મ લેશે. ત્યારે બધા જ જોખમો વિશે પૂરતો વિચાર કરી લો ત્યારબાદ તક ઝડપી લો. જો તમે વર્લ્ડક્લાસ વ્યક્તિનો તાજ પહેરવા માંગતા હો તો જોખમો ઉઠાવવા અને તક ઝડપવીને તમારી આદત બનાવી લો. ડર કે આગે જીત હે!