તમારું વ્યક્તિત્વ કેવું છે?

express yourself.jpg

ઘણીવાર નાનો એવો માઈન્ડસેટનો બદલાવ - તમારી કારકિર્દી અને તમારા વ્યક્તિત્વને બદલી શકે છે.  આવા જ એક માઈન્ડસેટની વાત આજના સિક્રેટમાં કરીશું.

નવશીખીયા લીડર્સ અને સફળ લોકો વચ્ચેનો તફાવત

નવશિખીયા લીડર્સ સતત પોતાની જાતને બીજા લોકોની સમક્ષ સાબિત કરવાના પ્રયત્નો કરતા રહે છે. બહારની દુનિયા તેઓને સ્વીકારે તે માટે તેઓ મહેનત કરે છે. લોકોની સ્વીકારણા માટેની ખેવના એક સમયે આદત બની જાય છે. જયારે વર્લ્ડક્લાસ લોકો નવશિખીયા લીડર્સથી એક કદમ આગળ હોય છે. તેના માટે લોકોની સ્વીકારણા જરૂરી નથી. હા, ચેમ્પિયન્સને લોકો સ્વીકારે છે - તે લાગણીથી ખૂશી મળે છે પરંતુ ચેમ્પિયન્સને કદાચ લોકો ન પણ સ્વીકારે તો કઈ ફરક પડતો નથી.

યાદ રાખો

ચેમ્પિયન્સ લોકોની સ્વીકારણા મેળવવા માટે મથતા નથી. તેઓ પોતાની જાત અને અને પોતાના વિચારોથી જ મોટીવેટ થાય છે. તેઓ જ પોતાની જાત માટે પ્રેરણારૂપ બને છે.  તેઓ પોતાની જાતને, પોતાના ટેલેન્ટને લોકો સમક્ષ વ્યક્ત કરે છે. તેથી લોકો આપોઆપ તેની સરાહના કરે છે. હ્યુમનિસ્ટીક સાયકોલોજીના પિતા અબ્રાહમ માસ્લોના કહેવા મુજબ - 

"પોતાની વાસ્તવિક જાતને ઓળખવા માટે બધાએ પોતે જે બનવા માંગતા હતા તે બનવું જ પડશે. લેખકે લખવું જ પડશે. ચિત્રકારે ચિત્ર દોરવું જ પડશે. માર્કેટિંગ મેનેજરે માર્કેટિંગ કરવું જ પડશે."

સફળ લોકોના અપનાવવા જેવા ગુણો

  • સફળ લોકો તેને ગમતું કામ કરતી વખતે નાણા વિશે નથી વિચારતા. 
  • તેઓ બીજાને ખુશ કરવા માટે પણ કામ નથી કરતા. તેઓ પોતાની જાતને વ્યક્ત કરવા માટે કામ કરે છે. 
  • ચેમ્પિયન્સ પોતાની જાતને ઓળખવા માટે મથે છે. એકવાર તેને પોતાની આવડત ઓળખાઈ જાય એટલે તે સમાજમાં પોતાનું ટેલેન્ટ વ્યક્ત કરવાનું શરુ કરી દે છે.

પોતાની જાતને સાબિત કરવું એ એક અહંકાર છે. તેમાં લોકો નહિ સ્વીકારે તો એવો ડર રહેલો છે. જયારે પોતાની જાતને વ્યક્ત કરવી એટલે પોતાની આવડતને અને પોતાના પ્રેમને લોકોની સાથે શેર કરવો. જો તમે તમારી જાતને વ્યક્ત કરવાની ક્ષમતા ધરાવતા હો તો તે એક અમુલ્ય ભેટ કહી શકાય.

આવી માનસિકતા બદલાવી નાખો..

જયારે કોઈ પરફોર્મર પર પોતાની જાતને સાબિત કરવાનો દબાવ કરવામાં આવે છે ત્યારે તે ઉત્તમ પરફોર્મન્સ આપી શકતા નથી. પણ તે જ પરફોર્મરને જો તમે માત્ર તેનું ટેલેન્ટ વ્યક્ત કરવાનું કહો તો તે ઉત્તમ કામ કરી શકે તેવું પણ બને. જયારે તમે તમારી જાતને વ્યક્ત કરો છો ત્યારે તમારા પર કોઈ દબાણ નથી હોતું, કોઈને ખુશ કરવાની જવાબદારી નથી હોતી. સાબિત કરવાની માનસિકતામાં તો તમારા કોઈ વખાણ કરશે તો જ તમે સારું અનુભવશો. તો જ તમને સંતોષની લાગણી અનુભવાશે. જો તમારા વખાણ કરવામાં નહિ આવે તો તમે હતાશ થઇ જશો. પરંતુ જો તમે માત્ર તમારી જાતને અને તમારી આવડતને વ્યક્ત કરશો તો તમે અંદરથી જ સંતોષની લાગણી અનુભવશો. તમારે અન્ય કોઈના અભિપ્રાયની જરૂર જ નહિ રહે. તમને પરિણામની પરવા નહિ હોય. તમે માત્ર તમારા કામથી જ ખુશ રહેશો. તેથી જ કહેવાય છે કે ચેમ્પિયન્સ એવેરેજ લોકો કરતા વધુ માનસિક રીતે મક્કમ હોય છે.

ફૂડ ફોર થોટ

તમારી જાતને નીચેનો પ્રશ્ન પૂછો:

"તમે તમારી જાતને સાબિત કરવા માંગો છો કે તમે તમારી જાતને વ્યક્ત કરવા માંગો છો?"

તમારા જવાબ પરથી તમને ખ્યાલ આવી જશે કે હવે તમારે શેના પર કામ કરવાની જરૂર છે.