તમારી સમસ્યાઓ માટે જવાબદાર કોણ?

responsbility.jpg

તમારી સમસ્યાઓ માટે જવાબદાર કોણ?

મિડલ ક્લાસ લોકો બીજા લોકોના વિચારો, વર્તન અને અભિપ્રાયોને આધારે જીવન જીવે છે. વર્લ્ડક્લાસ લોકો પોતાના પર જ આધાર રાખે છે. તેઓમાં ગજબનો આત્મવિશ્વાસ હોય છે. તેથી તેઓ આત્મવિશ્વાસના આધારે ઉત્તમ રીતે કામ કરી શકે છે. વર્લ્ડ ક્લાસ લોકોની ફિલોસોફી ખૂબ જ સરળ છે - તેઓ પોતાની સફળતા અને નિષ્ફળતાની જવાબદારી પોતાના પર જ લે છે. એવરેજ લોકો બધી બાબતો માટે અન્ય લોકોને દોષ આપે છે. જયારે કોઈ દારૂડિયો બીમાર પડે ત્યારે પોતાની ખરાબ આદતને બદલે દારૂ બનાવતી કંપનીને દોષી ઠહેરાવે છે. ફાસ્ટ ફૂડ પ્રેમીઓ જયારે પીઝા અને બર્ગર ખાઈને જાડા થઇ જાય ત્યારે રેસ્ટોરન્ટવાળા લોકોને દોષી માને છે.

ગરીબી રેખા નીચે જીવતા લોકો, વર્કિંગ ક્લાસ લોકો અને મિડલ ક્લાસ લોકો હંમેશા પોતાની જાતને નિર્દોષ માને છે અને અન્ય લોકોને દોષી માને છે. તેની માનસિકતા જ લોકો પર દોષ નાખવાની થઇ ગઈ હોય છે. ચેમ્પિયન્સ પોતાના નિર્ણયો માટે પોતાની જાતને જ જવાબદાર માને છે. ચેમ્પિયન્સ સ્વાવલંબી હોય છે. તેઓ બીજા લોકો પર આધાર રાખતા નથી. ચેમ્પિયન્સ બીજા લોકો આવીને તેને ખુશ કરે તેવી શોધમાં હોતા નથી. તેઓ જાણે છે કે ખૂશી મેળવી ન શકાય - ખુશ જ રહેવાનું હોય. ખૂશી કોઈ વસ્તુ નથી કે તેને મેળવી શકાય. ખૂશી એક લાગણી છે કે જેને અનુભવવાની હોય છે. ચેમ્પિયન્સ બીજા લોકો સાથે પણ ખુશ રહી શકે છે અને પોતાની જાત સાથે પણ ખુશ રહી શકે છે. તેઓ પોતાની જાત સાથે રહેવામાં પણ સંતોષ અનુભવે છે.

ફૂડ ફોર થોટ

તમારા જીવનના એવા કયા પાસા છે જેમાં તમે બીજા લોકો પર આધારિત છો? આજે જ તમારી જાતને વચન આપો કે હવેથી તમે જીવનના તે પાસાની જવાબદારી પોતે લેશો. જીવનના તે પાસામાં જે કોઈપણ અનુભવ થાય તેના માટે તમે પોતે જ જવાબદાર હશો. જેમ કે તમારી નાણાકીય જરૂરિયાત. તમારી સંપતિ માટે કોણ જવાબદાર છે? - તમારો સિએ, બેન્કર કે બ્રોકર કે ફાઈનાન્સ પ્લાનર?  જો તમે જવાબદારી ઉઠાવવાની ફિલોસોફીને તમારા જીવનના દરેક તબ્બકામાં અપનાવશો તો તમે જરૂર સફળ થશો. તેમજ લોકોને દોષ આપવાનું પણ બંધ કરી દેશો.