તમારી કેવા લોકો સાથે કામ કરો છો?

તમારી કેવા લોકો સાથે કામ કરો છો?

અમેરિકના રાષ્ટ્રપતિ વિલ્સન કહેતા - "હું ફક્ત મારી બુદ્ધીનો જ ઉપયોગ નથી કરતો. જરૂર પડે તો હું થોડી બુદ્ધી ઉછીની પણ લઇ લઉં છું." નવશિખીયા લીડર્સ માત્ર પોતાની બુદ્ધી પર જ આધાર રાખીને કામ કરતા હોય છે. તેઓને હંમેશા એવો ભય સતાવતો રહે છે કે તેઓ બહુ બુધ્ધીશાળી નથી. તેમજ આ વાતની જાણ દુનિયાને થઇ જશે તો? જયારે ચેમ્પિયન્સની માનસિકતા તો તદન અલગ હોય છે. તેઓ માટે પોતે જ બુધ્ધીશાળી હોય તેવું જરૂરી નથી. તેઓ તો અનેક બુધ્ધીશાળી લોકોને ભેગા કરીને એક ટીમ બનાવવાનું વધુ પસંદ કરે છે. તેના મતે એક બુધ્ધીશાળી વ્યક્તિ કરતા બુધ્ધીશાળી લોકોની ટીમ આઈનસ્ટાઇન, ફ્રોઈડ અને માર્ક્સની બુદ્ધીને પણ માત આપી શકે છે.

જે ચેમ્પિયન્સ અહંકારી નથી હોતા તેઓ એક મેન્ટર ટીમની રચના કરે છે. આ ટીમ ચેમ્પિયન્સને મુશ્કેલીઓના નિરાકરણમાં મદદ કરે છે, નવા અને ઇનોવેટીવ આઈડિયાઝ શોધવામાં અને અમલ કરવામાં પણ મદદ કરે છે. ચેમ્પિયન્સ ટીમમાંથી કઈ વ્યક્તિને કામ માટે જશ મળે છે તેની પરવા કરતા નથી. તેઓ ઉત્તમ નેતૃત્વ કરીને, બધાની બુદ્ધીનો ઉત્તમ ઉપયોગ કરીને સફળતા જરૂર મેળવે છે. એવરેજ લોકોની માનસિકતા એવી હોય છે કે - તેણે દરેક પ્રશ્નનું નિરાકરણ પોતાની બુદ્ધીને વાપરીને જ લાવવું જોઈએ. નહિ તો લોકો તેને મુર્ખ માનશે. આવા ડરને કારણે જ મિડલ ક્લાસ લોકો ટીમ બનાવતા કે બીજાની બુદ્ધીનો ઉપયોગ કરીને આગળ વધતા ડરે છે.

ચેમ્પિયન્સ ખુબ જ સમજદારીથી ઉત્તમ ટીમની રચના કરે છે અને પોતે ટીમના લીડર બનીને લોકો પાસેથી કામ પણ કરાવડાવે છે. કોલેરાડોના એસ્પેન શહેરમાં એસ્પેન નામની ઇન્સ્ટીટયુટ છે. જ્યાં અનેક મહાન લોકો ભેગા થઈને દુનિયાના અઘરા પ્રશ્નોની ચર્ચા કરે છે. તેમજ સમસ્યાઓનું નિરાકરણ લાવે છે. મહાન લોકો ખૂબ જ ચતુર હોય છે. તેથી તેઓ જરૂર પડે ત્યારે બીજા લોકોની મદદ લઈને પોતાના ધ્યેયને હાંસિલ કરી જ લે છે.

ફૂડ ફોર થોટ

તમારી આસપાસ એવા બુધ્ધીશાળી લોકોનું ગ્રુપ બનાવો અથવા એવા ગ્રુપમાં જોડાવ કે જે તમને આગળ જવામાં મદદરૂપ થાય અને સાથોસાથ તેની મદદ થકી તમે તમારો ધ્યેય પણ હાંસિલ કરી શકો.