તમારા માટે સાચી જીત કઈ?

તમારા માટે સાચી જીત કઈ?

એવરેજ લોકો માટે જીત એટલે કોઈ બીજા વ્યક્તિને હરાવવો. વર્લ્ડ ક્લાસ લોકો માટે જીત એટલે પોતાના ભૂતકાળના પરફોર્મન્સ કરતા વધુ સારું પરફોર્મન્સ આપવું. વર્લ્ડ ક્લાસ લોકો કરતા અપર ક્લાસના લોકો વધુ અહંકારી હોય છે. વર્લ્ડ ક્લાસ લોકોને બીજાને હરાવવા કરતા પોતાની જાતને વધુ સારી બનાવવામાં રસ હોય છે. તેઓ બીજા કરતા સારા બનવા કરતા પોતાની જાતને વધુ સારી કેમ બનાવી શકે તેના પર ધ્યાન આપે છે. ચેમ્પિયન્સ જાણે છે કે સાચી રમત - પોતાની જાત સાથે જ લડવું છે. 

ચેમ્પિયન્સ અનેક વર્ષોના અનુભવ પરથી એ વાત સમજી શક્યા કે જીવન એ કોઈ રણભૂમિ નથી. હરીફાઈ એ એક ભ્રમ છે. લોકો પોતાના અહંકારને સંતોષવા માટે અન્ય સાથે હરીફાઈમાં ઉતરે છે. ચેમ્પિયન્સ ઝેન ફિલોસોફીને અનુસરે છે. તેઓ માટે જીતવું એટલે અન્ય લોકોને હરાવવા તેઓ અર્થ નથી. તેઓ એવા ધ્યેય જ નક્કી કરે છે જેના અમલને તે કાબૂ કરી શકે. જીવનના કોઈપણ ક્ષેત્રમાં જીતવા માટે બધા જ પાસાઓ આપણા કાબૂમાં નથી હોતા. તેથી જેટલા પાસાઓ આપણા કાબૂમાં હોય તેમાં મહત્તમ મહેનત અને પ્રયત્ન કરવો જોઈએ.

ચેમ્પિયન્સ જાણે છે કે જો તેનો સ્વવિકાસ થતો હોય, તેનું પરફોર્મન્સ સુધરતું હોય અને તે પહેલાં કરતા વધુ સારા માનવી બની શકતા હોય તો તે જ સાચી જીત કહેવાય.

ફૂડ ફોર થોટ

આજના દિવસ માટે તમારા અહંકારને એક તરફ મૂકી દો. બીજા કરતા સારું બનવાનો પ્રયત્ન કરવાનું મૂકી દો. તેને બદલે તમે ગઈકાલે હતા તેના કરતા વધુ સારા વ્યક્તિ આજે કઈ રીતે બની શકો તેના પર વધુ ધ્યાન આપો. આવો વિચાર નક્કી કર્યા પછી તમારું મન કઈ રીતે કામ કરે છે તેના પર ધ્યાન આપો. સમય જતા આ પ્રવૃત્તિને તમારી આદત બનાવી લો. એકવાર પોતાની જાત સાથે જ હરીફાઈ કરવાની આદત પડી જશે એટલે બીજા લોકોને હરાવવાની ઈચ્છા નહિ રહે.