તમારા માટે ઓળખ કેટલી મહત્વની છે?

high-self-esteem.jpg

તમારા માટે ઓળખ કેટલી મહત્વની છે?

એવરેજ લોકો એવું માને છે કે નાણા અને ભૌતિક સુખસુવિધાઓ વ્યક્તિને આગળ વધવા માટે પ્રોત્સાહિત કરે છે. પરંતુ મને તો આ વાત તદન ખોટી લાગે છે. નવશિખીયા લીડર્સ પોતાની જાતને સારી રીતે ઓળખતા કે સમજતા નથી. માનવીનું મગજ એક અઘરા પ્રોસેસરવાળા કમ્પ્યુટર જેવું છે. માનવીના મગજને સમજવું અઘરું છે. માનવીના મન અને મગજને સમજવા માટે આત્મનિરીક્ષણ કરવું ખૂબ જ જરૂરી છે. તેથી જ ઘણા ચેમ્પિયન્સ તેના થેરાપીસ્ટ અને કાઉન્સેલરસને મળતા રહે છે.  તેના થેરાપીસ્ટ તેઓના વિચારોને સાંભળે છે અને તેને એવા સવાલો પૂછે છે જે કદાચ ચેમ્પિયન્સના મગજમાં પણ ન આવ્યા હોય.

જો તમે કોઈ થેરાપીસ્ટને પૂછશો કે કેટલા લોકો એવા છે જે કારણ વગર દર અઠવાડિયે તેને મળવા આવે છે તો તેનો જવાબ સાંભળીને તમને નવાઈ લાગશે. એવું જરૂરી નથી કે તમે માનસિક રીતે સ્વસ્થ ન હો તો જ થેરાપીસ્ટની જરૂર પડે. વર્લ્ડક્લાસ લોકો પોતાની જાતને વધુને વધુ સારી રીતે ઓળખવા માટે અને પોતે કઈ બાબતો અને લાગણીઓથી પ્રોત્સાહિત થાય છે તે જાણવા માટે થેરાપીસ્ટની મુલાકાત લેતા રહે છે. હકીકતમાં દરેક માનવીની જરૂરિયાત ઓળખ - રેકોગનિશન હોય છે. દરેક માનવી એવું ઈચ્છે છે કે બધા લોકો તેને ઓળખે.

માનવી એક લાગણીશીલ પ્રાણી છે. તેઓ એવું માને છે કે તેઓ તર્કવાદી છે પરંતુ ખરેખર તો તેઓ મોટાભાગના નિર્ણયો લાગણીથી જ લેતા હોય છે. વર્લ્ડ ક્લાસ લોકો એ વાત સ્વીકારે છે કે તેઓને લોકો ઓળખે તે ગમે છે. જો લોકો આપણને ઓળખતા હોય તો આપણો આત્મવિશ્વાસ વધે છે. આપણને એ વાતનો ભરોસો આવે છે કે આપણે આપણા કામમાં ઉત્તમ છીએ. આપણે હોશિયાર છીએ અને હરીફાઈમાં ટકી શકીએ તેમ છીએ.

દરેક વ્યક્તિ કોઈને કોઈ લઘુતાગ્રંથીથી પીડાતો જ હોય છે. મોટાભાગના લોકોમાં તેના માતાપિતા, શિક્ષકો, ગુરુઓ અથવા મિત્રો દ્વારા જ લઘુતાગ્રંથી માનવીના મનમાં જન્માવી દેવામાં આવે છે. તેઓના મનમાં નકારાત્મક વિચારોનું પ્રોગ્રામિંગ થઇ ગયું હોય છે. આવા નબળા મનને સરખું કરવા માટે ઓળખ એક મહત્વનું પ્રેરકબળ સાબિત થાય છે. ચેમ્પિયન્સ એ વાત સ્વીકારે છે કે તો લાગણીશીલ છે. તેઓ તર્ક પાછળ ભાગવાનો પ્રયત્ન કરતા નથી. તેઓ પોતાની લાગણી, ઓળખ મેળવવાની ઈચ્છા, મનનું પ્રોગ્રામિંગ સમજે છે. 

ફૂડ ફોર થોટ

તમારા જીવનમાં એવા કેટલા લોકો છે જેનું તમારા જીવનમાં ખૂબ જ મહત્વ છે. તે લોકોને ઓળખો. તેઓનો આભાર માનો. તેઓના વખાણ કરો. લોકોના સારા કામ ઓળખવાથી અને તેને બિરદાવવાથી સંબંધો વધુ મધુર અને સુંદર બને છે. કોઈપણ સફળ સંબંધો માટે સંબંધોનું મુલ્ય સમજવું જરૂરી છે.