તમારા કામના મૂલ્યો કેવા છે?

નવશિખીયા લીડર્સને નોકરી પરથી કાઢી મુકવામાં ન આવે તે માટે જેટલી મહેનત કરવી જરૂરી હોય તેટલું જ તેઓ કામ કરે છે. તેઓની માન્યતા જ એવી હોય છે કે - તેઓ કંપનીનું નાનામાં નાનું કે મોટામાં મોટું કામ કરે ત્યારે તેને દરેક કામનું વળતર મળવું જ જોઈએ. તેઓને વધારાના કામના વધારાના નાણા ન આપવામાં આવે તો તેઓ હતાશ થઇ જાય છે. તેઓને કંપનીના વિકાસ કરતા પોતાના નાણામાં જ રસ હોય છે. 

લોકોની માનસિકતા નવશિખીયા લીડર્સ કરતા તદન જુદી હોય છે. તેઓ જાણે છે કે વધુ કામના વધુ નાણા એવી કોઈ પોલીસી જ નથી હોતી. તેઓ જાણે છે કે જો તમે ઉત્તમ કામ કરતા હશો તો હાલના અર્થતંત્રમાં તમારી લાયકાત મુજબના નાણા તમને મળશે જ.

આજનું માર્કેટ એવા લોકોને આવકારે છે જેના પોતાના કામ માટેના મૂલ્યો હોય. જો તમારા કામ અંગે ચોક્કસ મૂલ્યો હશે તો આજના માર્કેટમાં તમને ધંધો કે નોકરી કરવા માટે અનેક તકો મળશે. ઘણા એનઆરઈ અમેરિકા જેવા વિકસિત રાષ્ટ્રમાં આવીને; મહેનત કરીને ધનવાન બની જાય છે. આવા લોકો પોતે ક્યાંથી આવ્યા છે અને સફળતા મેળવવા માટે કેટલી મહેનત કરી છે તે ક્યારેય ભૂલતા નથી. તેઓને જે કંઈપણ કામની તક મળે છે તેમાં તેઓ મન લગાવીને ખૂબ જ મહેનત કરે છે.  

નીડો કુબીન લેબેનીઝના રહેવાસી હતા - તેઓ અમેરિકા આવીને કામ કરવા લાગ્યા. પોતાના કામના મૂલ્યોને કારણે તેઓ અમેરિકામાં મહેનત કરીને એક પોતાનો જ મોટો ધંધો ઉભો કરી શક્યા. અમેરિકા જેવા રાષ્ટ્રમાં અમેરિકન કરતા એનઆરઆઈ વધુ સફળતાપૂર્વક ધંધો કરી શકે છે. આ બધી જ વાતોનું મૂળ એક જ છે - કામના મૂલ્યો. જો તમારા કામના મૂલ્યો ચોક્કસ હશે અને તમે પ્રમાણિક હશો તો કોઈપણ રાષ્ટ્રમાં તમે સરળતાથી નોકરી કે ધંધો કરી જ શકશો.

ફૂડ ફોર થોટ

૧ થી ૭ના સ્કેલ પર તમારા કામ માટેના મૂલ્યોને આંકો. જો તમારો સ્કોર ૫ થી ઓછો હોય તો તમારા કામ પ્રત્યે તમે વધુ ગંભીર બનશો અને કામના મૂલ્યો જાળવી રાખશો તેવું વચન તમારી જાતને આપો.