કઈ જ અશક્ય નથી!

nothing-is-impossible.jpg

વર્લ્ડ ક્લાસ લોકો કોઈપણ પ્રશ્નનું ઝડપથી નિરાકરણ લાવે છે. તે એક પ્રશ્નને ઉકેલીને તરત જ બીજા પ્રશ્ન પર ધ્યાન દેવા લાગે છે. કોઈપણ ધંધા કે ઓર્ગેનાઈઝેશનની સફળતાનો આધાર મુશ્કેલીઓના સરળ ઉકેલ પર રહેલો છે. ધંધામાં જો કોઈ મુશ્કેલીઓ હોય અને તેનું નિરાકરણ લાવવામાં ન આવે તો ટૂંકા અથવા લાંબાગાળે ખોટનો સામનો કરવો પડે છે. કોઈપણ ઓર્ગેનાઈઝેશનમાં નવશિખીયા લીડર્સ મુશ્કેલીને હલ કરવાને બદલે ઉચ્ચા હોદા પર પહોંચવાનું રાજકારણ જ રમતા રહે છે. તેઓ પ્રશ્નો ઉકેલી દેશે તેઓ દેખાવ કરે રાખે છે. હકીકતમાં નવશિખીયા લીડર્સ દ્વારા મુશ્કેલીઓનું કોઈ નિરાકરણ આવતું નથી.

નવશિખીયા લીડર્સ કોઈ ઉકેલ લાવે તો પણ તેઓને જશ મળે તેવી આશા રાખે છે. તેમજ તેઓ કોઈ મુશ્કેલીઓ હલ લાવી દે એટલે અભિમાની પણ બની જાય છે. તેઓ તેના સહકર્મચારીઓને જશ આપતા નથી. જયારે ચેમ્પિયન્સ કોઈપણ મુશ્કેલીઓનો હાલ શોધે ત્યારે તેનો જશ તેની ટીમને પણ આપે છે. જેમ કોઈ મશીન માત્ર એક પૈડાથી ન ચાલી શકે. તે જ રીતે કોઈ ઓર્ગેનાઈઝેશનના પ્રશ્નો ઉકેલવા માટે અનેક પ્રકારની આવડત અને બુદ્ધિ ધરાવતા ચેમ્પિયન્સ ભેગા થાય ત્યારે જ ઓર્ગેનાઈઝેશન સફળ બને છે. એક ચેમ્પિયન ક્યારેય બધા જ પ્રશ્નોને ઉકેલી ન શકે.

ચેમ્પિયન્સને ઓર્ગેનાઈઝેશનના મેનેજમેન્ટના રાજકારણમાં રસ હોતો નથી. તેઓને ઉત્તમ પરિણામો અને સફળતામાં જ રસ હોય છે. ચેમ્પિયન્સ અને તેની ટીમ મુશ્કેલીઓને આવકારે છે. તેઓ એક પ્રશ્નનો ઉકેલ લાવવાની જવાબદારી લે છે તેને તરત જ ઉકેલી પણ નાખે છે. ત્યારબાદ તેઓ મેનેજમેન્ટ પાસે વધુ પ્રશ્નો અને જવાબદારીઓની માંગણી કરે છે. જ્યાં સુધી દરેક પ્રશ્નનું જડમૂળથી નિરાકરણ ન  આવે ત્યાં સુધી ચેમ્પિયન્સ મથવાનું ચાલુ રાખે છે.

એવરેજ લોકો ઓછા પગાર અને વધુ પડતા કામની ફરિયાદ કરતા રહે છે. એ સમયે ચેમ્પિયન્સ પોતાના ઉત્તમ કામ દ્વારા પોતાની જાતને પૂરવાર કરીને પોતાની પોતાની ઈચ્છા મુજબના નાણા મેળવે છે. તેઓ પોતાની આવડત દ્વારા જ એટલું ઉત્તમ કામ કરી આપે છે કે કોઈપણ કંપની તેને કામ આપવા તૈયાર થઇ જાય છે. ચેમ્પિયન્સને પગાર વધારાની માંગણી કરવી પડતી નથી. તેનું કામ જ બોલે છે. તેઓ ઓર્ગેનાઈઝેશનને તેના દરેક ધ્યેય પૂર્ણ કરવામાં મદદ કરે છે. તેઓ ઓર્ગેનાઈઝેશનના ગમે તેવા અઘરા પ્રશ્નોનો પણ ઉકેલ શોધી આપે છે. તેથી કોઈપણ ઓર્ગેનાઈઝેશન આપોઆપ તેનો પગાર વધારી આપે છે. જો તમે ઉત્તમ કામ કરતા હશો તો તમને તમારી આવડત મુજબના નાણા મળશે જ.

અહી "કોઝ અને ઈફેક્ટ"ની સાયકોલોજી લાગુ પાડી શકાય. ઓર્ગેનાઈઝેશનનો કોઈ પ્રશ્ન એ કારણ છે અને તમે તે પ્રશ્નને ઉકેલી આપો અને તમને પગાર વધારો મળે તે અસર કે પરિણામ છે. જો તમે કારણ પર ધ્યાન આપીને પ્રશ્નને ઉકેલી નાખશો તો અસર એટલે કે નાણા તો આપોઆપ મળવાના જ છે.

ફૂડ ફોર થોટ

તમારી જાતને નીચેનો પ્રશ્ન પૂછો:

"જો હું પગારવધારાની માંગણી કરવા માંગું છું તો તેની સામે હું અઘરા પ્રશ્નો ઉકેલવા તૈયાર છું?" જો તમારા પ્રશ્નનો જવાબ હા હોય તો તમારી નોકરીના બોસ પાસે આજે જ જાવ અને નવા કામ અને જવાબદારીની માંગણી કરો. કોઈપણ ઓર્ગેનાઈઝેશન જો મુશ્કેલીઓનો હલ મળતો હશે તો ગમે તેટલા નાણા ચુકવવા તૈયાર થશે જ. આજથી જ વધુ નાણા કમાવાના સપના જોવાનું બંધ કરી દો. તેને બદલે વધુ કામ માંગો. નાણા મળશે જ.