Due date

Due Date by darshali soni.jpg

ડ્યુ ડેટ એક અનપેક્ષિત મુસાફરીની મજા

પીટર અને ઈથનની મજેદાર ટ્રીપ એટલે ડ્યુ ડેટ. હવે થાય છે એવું કે પીટરને તેની પત્ની સારાહ પાસે બહુ જલ્દી પહોચવાનું હોય છે. કારણ કે તેની ઘરે એક મસ્ત મજાનું બાળક આવવાનું હોય છે. ત્યાં જ એન્ટ્રી થાય છે ઇથનની. જેના કારણે પીટરની ટ્રીપ કંઇક અનપેક્ષિત વણાંકો લઇ લે છે. ઈથન એક અભિનેતા હોય છે. જયારે પીટર એક બિઝનેસમેન. બંને પોતપોતાના મુકામે પહોચે ત્યાં સુધીમાં ડ્રગ, ગન ફાઈરિંગ અને બીજા અનેક તોફાની કારનામાંવાળી કહાની એટલે ડ્યુ ડેટ. મુવી જોવાની સૌથી વધુ મજા એટલે પડે કારણ કે તેમાં રોબર્ટ અને હેન્ગઓવર ફેમ ઝેક છે. હા મુવીના અંતમાં ચાર્લી સીનનું “ટુ એન્ડ હાફ મેન” સીરીયલની કલીપ પણ ચાર્લીના ચાહીતાને મજા કરાવી દેશે. આવા તોફાની મુવીમાંથી પણ ઘણું શીખવાનું છે. ચાલો જાણીએ:

 
૧ કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવો
 

આપણે એકને એક રૂઢીમાં અને આપણે બનાવેલી દુનિયામાં જીવવા એટલા બધા ટેવાઈ ગયા છીએ કે કંઇક અનપેક્ષિત થાય તો આપણે તેને સમજી પણ નથી શકતા અને કોઈવાર તો સહન પણ નથી કરી શકતા. પણ હકીકત તો એ છે કે કમ્ફર્ટ ઝોન જેવું કઈ હોતું જ નથી. જીવન દરેક પળ કંઇક ને કંઇક એવું જ આપતી રહે છે કે જેનાથી આપણે આપણા એ ભ્રમિત દુનિયામાંથી બહાર આવીએ. પીટર માટેની એ મુસાફરી અને તેના દરેક અનુભવો કમ્ફર્ટ ઝોનથી તદન વિરુદ્ધ હતા. અંતમાં આ ઝોનમાંથી બહાર આવવાથી જ ખરેખર જીવન જીવવાની મજા આવશે.

૨ ગો વિથ ધ ફ્લો

મારા ગુરુ હંમેશા કહે છે કે જીવનની કોઈપણ ઘટનાને ક્યારેય કાબુમાં કરવાની કોશિશ જ ન કરાય. કારણ કે ગમે તેટલું જીવનનું આયોજન કરવા છતાં સમય અને પરીસ્થિતિની માંગ મુજબ જ બધું થાય છે. તો પછી શા માટે જીવનને આયોજનમાં ઢાળવું અને એવા ખોટા હવાતિયા મારવા કે જેનાથી આપણે સમયને બાંધવાની કોશિશ જ કરતા હોય. જે શક્ય જ નથી. પીટરે પણ જયારે ગો વિથ ધ ફ્લો શરુ કર્યું ત્યારે જ તેને સમજાણું કે જીવન ખરેખર કેટલું મજેદાર છે.

૩ એક્સ્પેકટ ધ અનએક્સ્પેકટેડ

એ વાત સ્વીકારી જ લો કે તમે જેવી અપેક્ષા જીવન તરફથી કે લોકો તરફથી રાખો છો તેવું થશે જ. પેલા બર્ડમેન મુવીમાં “It is what it is” તેવું એક અરીસા પાસેના સ્ટીકી નોટમાં લખેલું છે. ખરેખર એ વાતને જીવતા શીખી જઈએ તો મોજ તો પડવાની જ. પીટર શરૂઆતમાં સંપૂર્ણ રીતે ઈથન અને તેના વર્તનને સહન નથી કરી શકતો. સમય જતા પીટર પણ અનએક્સ્પેકટેડને સ્વીકારી લે છે.

૪ જીવન એકવાર જ મળે છે.

જીવન એક જ વાર મળે છે આવું માનીને જીવશો તો કોઈ અફસોસ નહિ રહી જાય. એકવાર મન મુકીને જીવી લો. આ બધી ફિલોસોફી ખાલી વાંચવામાં જ સારી લાગે એવું નથી એક વાર પ્રયત્ન તો કરી જુઓ. ઓલ ધ બેસ્ટ.

 
આભાર 
દર્શાલી સોની